ઓહ તેરી! ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી

Bizarre Love Story: મહિલાનું કહેવું છે કે જ્યારે પણ તે માર્ક સાથે બહાર જાય છે ત્યારે લોકો તેને વિચિત્ર રીતે જુએ છે. જોકે, સાવ કહે છે કે આટલું હોટ કપલ ક્યાંથી આવ્યું તેની લોકોને ઈર્ષ્યા થાય છે. પરંતુ તે એ વાતનો પણ ઇનકાર નથી કરતી કે ઉંમરના અંતરને કારણે લોકો ઘણીવાર તેમને પિતા-પુત્રી સમજી લે છે.

ઓહ તેરી! ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી

Unique Love Story: એક છોકરીએ પોતાનાથી 22 વર્ષ મોટા પુરુષને પોતાનું દિલ આપી દીધું. લગભગ એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા. જો કે, સોશિયલ મીડિયા પર લોકો આ કપલને પિતા-પુત્રીની જોડી કહીને ટોણા મારી રહ્યા છે.

22 વર્ષની વયના અંતર સાથે એક પરિણીત દંપતીએ ખુલાસો કર્યો છે કે કેવી રીતે બારમાં મુલાકાત બાદ તેમની વચ્ચે રોમાંસ શરૂ થયો હતો. સાવ માત્ર 18 વર્ષની હતી જ્યારે તે 40 વર્ષીય માર્ક હેરિસનને મળી હતી. જો કે બંને પહેલીવાર ડેટિંગ એપ પર મળ્યા હતા, પરંતુ વાત આગળ વધી ન હતી. કેટલાક મહિનાઓ પછી જ્યારે સાવે માર્કને બારમાં જોયો, ત્યારે બંને એકબીજાને જોઈ પ્રેમમાં પડ્યા અને પછી લગ્ન કરી લીધા. આવો જાણીએ આ અનોખી લવ સ્ટોરી વિશે.

news.com.au ના રિપોર્ટ અનુસાર આ કપલ ઓસ્ટ્રેલિયાના સિડનીનું રહેવાસી છે. સાવ કહે છે કે તે માર્કને ટિન્ડર પર મળી હતી. પરંતુ એ સમયે મને એ કોઈ આકર્ષણ નહોતું થયું. એકવાર તે મિત્રો સાથે બારમાં ગઈ હતી, જ્યાં તેણે માર્કને જોયો. સાવે કહ્યું, માર્ક સૂટમાં અદ્ભુત લાગી રહ્યો હતો. પહેલા તો હું તેને જોઈને નર્વસ થઈ ગઈ પછી ત્યાંથી નીકળી ગઈ હતી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sav & Mark (@savandmark)

યુવતીને 22 વર્ષ મોટા યુવક સાથે પ્રેમ થઈ ગયો
જોકે, માર્કે પહેલ કરી અને સાવ અને તેના મિત્રો સાથે વાત કરવાનું શરૂ કર્યું. એ જ રાત્રે, સાવને સમજાયું કે તેનો કોઈ મિત્ર બારમાં હાજર નથી. જે બાદ માર્કે તેને પોતાના ફ્લેટમાં રહેવાની ઓફર કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી અને તેઓ પ્રેમમાં પડ્યા.

કપલના જણાવ્યા અનુસાર, બંનેએ એક વર્ષ બાદ 2021માં લગ્ન કર્યા હતા. જોકે, સાવ અને માર્કનું કહેવું છે કે લગ્ન પ્રસંગે જ્યારે બંનેએ એકબીજાને ચુંબન કર્યું ત્યારે લોકોએ તેમને પિતા-પુત્રીની જોડી કહીને તેમની મજાક ઉડાવી હતી. સૌનું કહેવું છે કે શરૂઆતમાં તેને લોકોના ટોણાથી ઘણી તકલીફ પડતી હતી, પરંતુ હવે બંને આ બધાની વચ્ચે જીવતા શીખી ગયા છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sav & Mark (@savandmark)

મહિલાનું કહેવું છે કે જ્યારે પણ તે માર્ક સાથે બહાર જાય છે ત્યારે લોકો તેને વિચિત્ર રીતે જુએ છે. જોકે, સાવ કહે છે કે આટલું હોટ કપલ ક્યાંથી આવ્યું તેની લોકોને ઈર્ષ્યા થાય છે. પરંતુ તે એ વાતનો પણ ઇનકાર નથી કરતી કે ઉંમરના અંતરને કારણે લોકો ઘણીવાર તેમને પિતા-પુત્રી સમજી લે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news