સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો ક્યારે મળશે આ ભાવવધારાથી છૂટકારો 

સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. પહેલીવાર સોનાનો ભાવ (Gold rate) 50 હજાર રૂપિયાને પાર ગયો છે. જ્યારે ચાંદીની કિંમત પણ સાત વર્ષના ઉચા સ્તરે જોવા મળી છે. કિંમતોમાં આ ઉછાળાના કારણે હવે આ કિંમતી ધાતુઓની ખરીદીમાં લોકોનો રસ ઓછો જોવા મળી રહ્યો છે. વાયદા સહિત વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. 

સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો ક્યારે મળશે આ ભાવવધારાથી છૂટકારો 

નવી દિલ્હી: સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. પહેલીવાર સોનાનો ભાવ (Gold rate) 50 હજાર રૂપિયાને પાર ગયો છે. જ્યારે ચાંદીની કિંમત પણ સાત વર્ષના ઉચા સ્તરે જોવા મળી છે. કિંમતોમાં આ ઉછાળાના કારણે હવે આ કિંમતી ધાતુઓની ખરીદીમાં લોકોનો રસ ઓછો જોવા મળી રહ્યો છે. વાયદા સહિત વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. 

વૈશ્વક બજારોમાં સોનાના ભાવ નવ વર્ષના સૌથી ઊંચા સ્તરે  પહોંચી ગયા છે. ગુરુવારે દિલ્હી શરાફા બજાર(Delhi Bullion Market)માં 24 કેરેટ સોનાનો હાજર ભાવ 50552 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. સોનાના ભાવ ગઈ કાલની સરખામણીએ 371 રૂપિયા વધુ છે. જ્યારે ચાંદીનો ભાવ 1416 રૂપિયા પ્રતિ કિલો વધ્યો અને 60585 રૂપિયા પ્રતિ કિલો રેટ પર ખુલ્યો. 

વાયદા બજારમાં પણ તેજી જોવા મળી
ગુરુવારે વાયદા બજારમાં સોનાના ભાવ 0.12 ટકા એટલે કે 62 રૂપિયાના વધારા સાથે 50,196 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો જ્યારે ચાંદી 0.67 ટકા એટલે કે 408 રૂપિયા ગગડીને 60,707 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ. કોરોના મહામારીના કારણે આર્થિક સ્થિતિઓ કથળી રહી છે. જેથી કરીને રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે સોનામાં પૈસા રોકી રહ્યાં છે. 

વૈશ્વિક બજારમાં નવ વર્ષના ઊંચા સ્તરે ભાવ
ગુરુવારે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ નવ વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો. ગુરુવારે વૈશ્વિક બજારમાં સોના હાજર 0.1 ટકા મજબૂતાઈ સાથે 1872 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો જ્યારે ગોલ્ડ ફ્યૂચર 0.2 ટકા મજબૂત થયો અને તે 1869.30 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો. 

માત્ર આ લોકો ખરીદે છે સોનું
અમારી સહયોગી વેબસાઈટ  zeebiz.comના જણાવ્યાં મુજબ શેર બજારમાં ગિરાવટ અને અર્થવ્યવસ્થામાં સંકટના દોરમાં તમામ ફંડ મેનેજર પોર્ટફોલિયોમાં સોનાની ભાગીદારી વધારે છે. આ જ સૌથી મોટું કારણ છે કે સોનું સેફ હવેન ઈન્વેસ્ટમેન્ટ એટલે કે સુરક્ષિત રોકાણનો વિકલ્પ ગણાય છે. કેન્દ્રીય બેંક, ફંડ મેનેજર્સ, સ્વતંત્ર રોકાણકારો વગેરે આ તમામ લોકો સમગ્ર દુનિયામાં અલગ અલગ એક્સચેન્જ પર સોનાની ખરીદી કરી રહ્યા છે. સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ રેકોર્ડ ઊંચાઈ પર છે. આ જ કારણે ભારતમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. 

એક ગ્રામ સોનું વેચવામાં પણ મુશ્કેલી
જો કે નાના રોકાણકારોને એક ગ્રામ સોનુ વેચવામાં પણ ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સોનાના ભાવ એ પ્રકારે વધ્યા છે કે ન તો નાના રોકાણકારો તેને વેચી શકે છે કે ન તો ખરીદી શકે છે. ખરીદનારાઓએ હાલ ખરીદી માટે રાહ જોવી પડશે. 

કેમ વધી રહ્યા છે સોનાના ભાવ
HDFC સિક્યુરિટીઝના કમોડિટી એનાલિસ્ટ તપન પટેલના જણાવ્યાં મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધવાથી ઘરેલુ બજારમાં સોનાના ભાવ વધી રહ્યા છે. કોરોના વાયરસના નવા કેસ આવ્યા બાદ સોનાને લઈને સેફ ઈન્વેસ્ટમેન્ટ ખરીદી ઝડપથી વધી રહી છે. ઈક્વિટી માર્કેટથી પૈસા કાઢીને રોકાણકારો સોનામાં રોકાણ કરી રહ્યાં છે. જો કે ઈક્વિટીમાં નવા રોકાણકારો વધ્યા છે. 

વેક્સિન આવ્યા બાદ સોનું થશે સસ્તુ
કમોડિટી એક્સપર્ટ્સનું માનવું છે કે સોનાના ભાવમાં હાલ ઘટાડો શક્ય નથી. સોનાા ભાવ ત્યારે જ ઓછા થશે જ્યારે માર્કેટમાં કોરોના વાયરસની વેક્સિન આવી જશે. આ સાથે જ તેના સફળ પરિણામ પણ સામે આવશે. જો ભારત અને ચીન સોનું નહીં ખરીદે તો ભાવ થોડા ઓછા થઈ શકે છે. સોનું અહીંથી 6000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તુ થઈ શકે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news