આ રાજ્યમાં માસ્ક ન પહેરનારને થશે એક લાખ રૂપિયા સુધીનો દંડ, 2 વર્ષની જેલ પણ થઈ શકે

ઝારખંડ (Jharkhand) માં કોરોનાના નિયમોની અવગણના અને માસ્ક (Mask) ન પહેરવા પર એક લાખ રૂપિયા સુધીનો દંડ અને 2 વર્ષની સજા થઈ શકે છે. ઝારખંડ કેબિનેટે બુધવારે ચેપી રોગ વટહુકમ 2020ને પાસ કરી દીધો. જેમાં કહેવાયું છે કે સુરક્ષા પ્રોટોકોલનો ભંગ કરનારા અને માસ્ક ન પહેરનારાને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. 

આ રાજ્યમાં માસ્ક ન પહેરનારને થશે એક લાખ રૂપિયા સુધીનો દંડ, 2 વર્ષની જેલ પણ થઈ શકે

રાંચી: ઝારખંડ (Jharkhand) માં કોરોનાના નિયમોની અવગણના અને માસ્ક (Mask) ન પહેરવા પર એક લાખ રૂપિયા સુધીનો દંડ અને 2 વર્ષની સજા થઈ શકે છે. ઝારખંડ કેબિનેટે બુધવારે ચેપી રોગ વટહુકમ 2020ને પાસ કરી દીધો. જેમાં કહેવાયું છે કે સુરક્ષા પ્રોટોકોલનો ભંગ કરનારા અને માસ્ક ન પહેરનારાને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. 

આ નવા નિયમ મુજબ જો કોઈ નિયમોનો ભંગ કરે કે માસ્ક ન પહેરે તો તેણે 2 વર્ષ સુધી જેલમાં પણ રહેવું પડી શકે છે. જો કે આવા નિયમોના ભંગ કરનારાઓને રોકવા માટે રસ્તાઓ પર કોઈ કડક ચેકિંગ હાલ તો જોવા મળ્યું નથી. રાજધાની રાંચીના રસ્તાઓ પર જ અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતાં. 

— ANI (@ANI) July 23, 2020

વાત જાણે એમ છે કે ઝારખંડમાં કોરોનાના દર્દીઓનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. આ જ કારણે હવે સરકારી હોસ્પિટલોમાં જગ્યા પણ નથી. સરકારે નિર્ણય કર્યો છે કે હવે પ્રાઈવેટ હોસ્પિટલો અને બેન્કવેટ હોલનો ઉપયોગ આઈસોલેશન વોર્ડ બનાવવા માટે કરાશે જો કે સરકારના આ નિર્ણયનો રાંચીના સ્ટેશન રોડ પર રહેતા લોકો વિરોધ કરી રહ્યાં છે. 

લોકોનું કહેવું છે કે સરકાર તરફથી કોરોનાના દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ રહેણાંક વિસ્તારોમાં બનાવવામાં આવી રહ્યાં છે. આ જ કારણે તેમને જીવનું જોખમ આવી ગયુ છે. રાંચીના સ્ટેશન રોડ પર રહેતા 200 પરિવારોએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આઈસોલેશન વોર્ડને ક્યાં બીજે બનાવવામાં આવે. 

જુઓ LIVE TV

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ગુરુવારે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ ઝારખંડમાં હાલ કોરોનાના કુલ 6484 દર્દીઓ છે. જેમાંથી 64 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં 3024 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 3397 એક્ટિવ કેસ છે. છેલ્લા કેટલાક સમયથી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news