Gold Rate Today: રેકોર્ડ તેજી બાદ ધડામ થયું સોનું, ચાંદી પણ ગગડી, કારણ અને લેટેસ્ટ રેટ ખાસ જાણો

Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં ઉપરના સ્તરે દબાણ જોવા મળી રહ્યું છે. બુલિયન માર્કેટમાં કાલે રેકોર્ડ તેજી બાદ નરમાઈ જોવા મળી રહી છે.

Gold Rate Today: રેકોર્ડ તેજી બાદ ધડામ થયું સોનું, ચાંદી પણ ગગડી, કારણ અને લેટેસ્ટ રેટ ખાસ જાણો

Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં ઉપરના સ્તરે દબાણ જોવા મળી રહ્યું છે. બુલિયન માર્કેટમાં કાલે રેકોર્ડ તેજી બાદ નરમાઈ જોવા મળી રહી છે. તેનું કારણ ડોલરમાં આવેલી રિકવરી છે. ઘરેલુ વાયદા બજારોની સાથે ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાનો ભાવ 100 ડોલર સુધી ગગડી ગયો છે. 

ઘરેલુ બજારમાં સોનું
MCX પર સોનાનો ભાવ 283 રૂપિયાની મજબૂતાઈ સાથે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સોમવારે 4 ડિસેમ્બરે સોનાનો ભાવ 63800 રૂપિયાને પાર પહોંચી ગયો હતો. હાલ 10 ગ્રામ સોનાનો ભાવ 62652 રૂપિયા પર પહોંચી ગયો છે. 

ઈન્ટરનેશનલ માર્કેટમાં ભાવ
ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ લેવલ 2152 ડોલર પ્રતિ ઔંસથી ગગડીને 2054 ડોલર પર પહોંચી ગયો છે. કારણ કે ડોલર ઈન્ડેક્સમાં રિકવરી જોવા મળી રહી છે. ચાંદી પણ 7 મહિનાની ઊંચાઈથી 5 ટકા સુધી ગગડી છે. કોમેક્સ પર ચાંદીનો ભાવ 24.97 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 824 રૂપિયા તૂટીને 62457 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. આ સાથે જ 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 754 રૂપિયા ગગડીને 57211 રૂપિયા પર વેચાઈ રહ્યું છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 1403 રૂપિયા તૂટીને 75027 રૂપિયા પર પહોંચી છે. 

No description available.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news