Gold Price Today: બજેટ બાદ સોનાના ભાવમાં જાણો કેટલો ઘટાડો, ચાંદી પણ આટલા રૂપિયા તૂટી
1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા બજેટમાં સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત થતા જ સોનાના ભાવમાં જબરદસ્ત ઉતાર ચડાવ જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં સોનાના ભાવમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો
Trending Photos
Gold Price Today: 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા બજેટમાં સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત થતા જ સોનાના ભાવમાં જબરદસ્ત ઉતાર ચડાવ જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં સોનાના ભાવમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ સોનું મજબૂતી સાથે ખુલ્યું હતું. પરંતુ આ તેજી વધારે દિવસ રહી નહીં. ગઇકાલે સોનું 700 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયું, આજે પણ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદી ગઇકાલે 6 ટકા મજબૂત થઈ હતી, પરંતુ આજે ચાંદીમાં પણ 2.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.
MCX Gold: સોનું સતત બીજા દિવસે સસ્તું
બજેટ રજૂ થવાની સાથે સોનાના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. MCX પર સોનું ફેબ્રુઆરી વાયદા ઇન્ટ્રાડેમાં 47200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઘટ્યું તેની સામે 49400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી મજબૂત પણ થયું હતું. એટલે કે, 2000 રૂપિયાની મોટી રેન્જમાં વેપાર થયો. જો કે, અંતમાં સોનું ફેબ્રુઆરી વાયદા 700 રૂપિયાના ઘટાડા સાથે 48386 ની આસપાસ બંધ થયું હતું. આજે MCX પર એપ્રિલ વાયદાની શરૂઆત થઈ છે. સોનું વાયદા 350 રૂપિયાના ઘટાડા સાથે 48366 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરે છે.
MCX Silver: ગઈકાલે 6 ટકા મોંધું ચાંદી, આજે થયું સસ્તું
ગઇકાલે MCX પર ચાંદી માર્ચ વાયદા 4200 રૂપિયાની મજબૂતી સાથે 73944 રૂપિયા પર બંધ થઈ હતી. બજેટના દિવસે ચાંદીમાં પણ ભારે ઉતાર ચડાવ સાથે વેપાર થયો. ચાંદી ઇન્ટ્રાડેમાં 71650 રૂપિયાની ડાઉન સપાટીએ પહોંચી હતી તો 74426 રૂપિયાની ઇન્ટ્રાડેમાં હાઈ સપાટીએ પહોંચી હતી. પરંતુ આજે ચાંદી માર્ચ વાયદામાં મંદી છે. MCX પર ચાંદી માર્ચ વાયદા 1700 રૂપિયાથી વધુના ઘટાડા સાથે વેપાર કરી રહી છે. જો કે, ભાવ અત્યાર સુધી 7200 રૂપિયા ઉપર છે. ગઈકાલે ચાંદી 73666 રૂપિયા કિલો પર બંધ થઈ હતી.
આવો એક નજર કરીએ ચાર મેટ્રો શહેરમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલી રહ્યો છે, Goodreturns.in અનુસાર
10 ગ્રામ સોનાનો ભાવ
શહેર | સોનાનો ભાવ |
દિલ્હી | 52280 |
મુંબઇ | 49460 |
કોલકાતા | 50710 |
ચેન્નાઈ | 50130 |
આ પણ વાંચો:- લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટી અને 100 નવી સૈનિક શાળાઓની સ્થાપના કરાશે
હવે જોઈએ આ ચાર મેટ્રો શહેરમાં 1 કિલો ચાંદીનો ભાવ શું છે, Goodreturns.in અનુસાર
1 કિલો ચાંદીનો ભાવ
શહેર | ચાંદીનો ભાવ |
દિલ્હી | 74000 |
મુંબઇ | 74000 |
કોલકાતા | 74000 |
ચેન્નાઈ | 76800 |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે