કેસર કેરીના શોખીનો માટે ખુશીના સમાચાર

કેરીની વાત કરીએ તો ગત વર્ષે કોરોનાને કારણે લોકો મન ભરીને કેરી માણી શક્યા નથી. ત્યારે આ વર્ષે કેસર કેરી (kesar mango) નું મબલક ઉત્પાદન થવાનું છે. શરૂઆતના દિવસોમા જ આંબાના ઝાડ ઉપર પુષ્કળ પ્રમાણમાં મોર આવ્યા છે. આ જોતા આ વર્ષે કેરી (mango) નું બમ્પર ઉત્પાદન થશે તેવું ખેડૂતો કહી રહ્યા છે. ત્યારે કેસર કેરીના શોખીનો માટે ખુશીના સમાચાર છે. વાતાવરણ અનુકુળ હોવાથી કેરીના ઝાડ ઉપર પુષ્કળ પ્રમાણમાં મોરનું ફ્લાવરિંગ થયું છે.
કેસર કેરીના શોખીનો માટે ખુશીના સમાચાર

કેતન બગડા/અમરેલી :કેરીની વાત કરીએ તો ગત વર્ષે કોરોનાને કારણે લોકો મન ભરીને કેરી માણી શક્યા નથી. ત્યારે આ વર્ષે કેસર કેરી (kesar mango) નું મબલક ઉત્પાદન થવાનું છે. શરૂઆતના દિવસોમા જ આંબાના ઝાડ ઉપર પુષ્કળ પ્રમાણમાં મોર આવ્યા છે. આ જોતા આ વર્ષે કેરી (mango) નું બમ્પર ઉત્પાદન થશે તેવું ખેડૂતો કહી રહ્યા છે. ત્યારે કેસર કેરીના શોખીનો માટે ખુશીના સમાચાર છે. વાતાવરણ અનુકુળ હોવાથી કેરીના ઝાડ ઉપર પુષ્કળ પ્રમાણમાં મોરનું ફ્લાવરિંગ થયું છે.

આ વર્ષે હવામાન કેરી માટે સાનુકૂળ રહ્યું 
આ વિશે દિતલા ગામના ખેડૂત ધીરુભાઈ કહે છે કે, કેસર કેરી સૌરાષ્ટ્રની શાન છે. ખાસ કરીને જૂનાગઢ પછી કેસર કેરીનો પાક અમરેલીમાં વધુ લેવામાં આવે છે. અમરેલી જિલ્લામાં કેસર કેરીનો પાક મોટા પ્રમાણમાં લેવાય છે. કેસર કેરીના પાકની વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં 295 હેક્ટરમાં કેસર કેરી (kesar mango) ના આંબાનું વાવેતર વધ્યું છે. આ વર્ષે કેસર કેરી માટે હવામાન પણ સાનુકૂળ છે. જેને લઈ આ વર્ષે પાકનો ઉતારો પણ ખૂબ જ સારો રહેવાની ધારણા છે. હવામાનની વાત કરીએ તો, કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો માટે હવામાન ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. આ વર્ષે હવામાન સાનુકૂળ રહ્યું છે. અગાઉથી જ કેસર કેરી માટે મોટા પ્રમાણમાં આંબા ઉપર મોર જોવા મળ્યા છે. જેને કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય તેવી શક્યતા છે.

આંબા પર ખૂબ જ મોટા પ્રમાણમાં મોરનું ફ્લાવરિંગ થયું 
અન્ય ખેડૂત હિતેશભાઈએ કહ્યું કે, અમરેલી (Amreli) જિલ્લામાં ધારી તાલુકો કેસર કેરીનો હબ ગણાય છે ત્યારે આ વર્ષે આંબા પર ખૂબ જ મોટા પ્રમાણમાં મોરનું ફ્લાવરિંગ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેડૂતોને આશા છે કે આવશે આંબાના ઝાડ ઉપર મોરનું સારું પ્લાનિંગ આવતા કેસર કેરીનું ઉત્પાદન સારું આવશે. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો શરૂઆતમાં આંબાના ઝાડ ઉપર મોરના ફ્લાવરિંગ સારા એવા હતા. પરંતુ હવામાન અનુકુળ આવતા મોર બળી ગયા હતા. આથી ખેડૂતોને નુકસાન થયું હતું. પરંતુ આ વર્ષે અમરેલી જિલ્લામાં ઠંડી પડતા આંબાના ઝાડ ઉપર ફ્લાવરિંગ ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે. તેથી ઉનાળામાં કેસર કેરીનો પાક મોટા પ્રમાણમાં આવશે એવું હાલ દેખાઈ રહ્યું છે.

લોકો બાગાયતી ખેતી તરફ વળ્યાં 
અમરેલી જિલ્લામાં ભારત પાકોના વાવેતરમાં સતત વધારો થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં આંબાના બગીચાનું 295 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. સાથે સાથે ઉત્પાદનમાં પણ 2494 મેટ્રિક ટનમાં વધારો થયો છે. અમરેલી જિલ્લામાં વરસાદની વાત કરીએ તો, દર વર્ષે વરસાદના ટકાવારીમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને પાણીના તળિયા ઊંચા આવતા ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. અમરેલી જિલ્લામાં બાગાયતી ખેતીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. અમરેલી જિલ્લામાં કેરીનું ઉત્પાદન પણ દર વર્ષે વધી રહ્યું છે. જો છેલ્લા ત્રણ વર્ષ પહેલાની વાત કરીએ તો, 60108 મેટ્રિક ટન હતું. અત્યારે 2494 મેટ્રિક ટનનો વધારો થયો છે. આમ અમરેલી જિલ્લામાં 62602 મેટ્રિક ટન ઉપર ઉત્પાદન પહોંચ્યું છે. આમ આ વર્ષે અમરેલી જિલ્લામાં ઠંડી પડતા અને વાતાવરણ સાનુકૂળ બનતાં કેસર કેરીનું ઉત્પાદન આવનારા દિવસોમાં ખૂબ જ સારું આવે તેઓ ખેડૂતો કહી રહ્યા છે.

આમ, અમરેલી જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય તેવું ખેડૂતો માની રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કેસર કેરી માટે હાલનું વાતાવરણ સાનુકૂળ રહે છે કે નહિ. આગામી કેરીની સીઝન કેવી રહેશે તો તે ઉનાળો આવતા જ ખબર પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news