હાલના ભાવ પર સોનું ખરીદવું કે હજું રાહ જોવી? દિવાળી સુધી 64500ના સ્તરે પહોંચી શકે છે રેટ

Gold price today: સોના અને ચાંદીના ભાવ પર હાલ દબાણની સ્થિતિ છે. જેના બે પ્રમુખ કારણ છે. એ વાતની પૂરેપૂરી શક્યતા છે કે ફેડરલ રિઝર્વ વધુ 2 વખત વ્યાજ દર વધારશે. પરિણામે બોન્ડ યીલ્ડમાં તેજી છે. અમેરિકી ઈકોનોમીમાં મંદીના પણ સંકેત નથી, જે ફેડને એક્શન લેવા માટે સપોર્ટ કરી રહ્યું છે.

હાલના ભાવ પર સોનું ખરીદવું કે હજું રાહ જોવી? દિવાળી સુધી 64500ના સ્તરે પહોંચી શકે છે રેટ

Gold price today: સોના અને ચાંદીના ભાવ પર હાલ દબાણની સ્થિતિ છે. જેના બે પ્રમુખ કારણ છે. એ વાતની પૂરેપૂરી શક્યતા છે કે ફેડરલ રિઝર્વ વધુ 2 વખત વ્યાજ દર વધારશે. પરિણામે બોન્ડ યીલ્ડમાં તેજી છે. અમેરિકી ઈકોનોમીમાં મંદીના પણ સંકેત નથી, જે ફેડને એક્શન લેવા માટે સપોર્ટ કરી રહ્યું છે. આ બધા વચ્ચે દિલ્હી શરાફા બજારમાં શનિવારે સોના અને ચાંદીના  ભાવમાં લગભગ 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. 

59240 રૂપિયા થઈ ગયો સોનાનો  ભાવ
આ ઘટાડા બાદ દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ 59240 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો. ચાંદીનો ભાવ પણ 600 રૂપિયાના ઘટાડા સાથે 71500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ. HDFC સિક્યુરિટીઝના એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ કહ્યું કે અમેરિકી ઈકોનોમીના મજબૂત ઈન્ડિકેટર્સના કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં સોના પર દબાણ છે. તેની અસર ઘરેલુ બજાર ઉપર પણ જોવા મળી રહી છે. 

64500 રૂપિયા સુધી થઈ શકે છે ભાવ
LKP સિક્યુરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીએ કહ્યું કે વર્તમાન રેટ પર સોનામાં ખરીદી થઈ શકે છે. દિવાળી સુધી ફરીથી મોટી તેજીના એંધાણ છે. દિવાળી સુધીમાં સોનું 62500 રૂપિયા સુધી પહોંચી શકે છે. આ ઓલટાઈમ હાઈની નીકટ છે. જો ફેડરલ રિઝર્વનો વલણ થોડું નરમ થાય તો ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં ઘટાડો થશે. પરિણામે સોનાનો ભાવ 64500 રૂપિયા સુધી પહોંચી શકે છે. 

ફેડના નિર્ણયથી નક્કી થશે ભવિષ્ય
સોનાનો આઉટલૂક કેવો હશે તે સંપૂર્ણ રીતે ફેડરલ રિઝ્વના એક્શન પર નિર્ભર રહેશે. મોંઘવારીનો ડેટા જે પ્રકારે આવે છે, ફેડનો નિર્ણય તેના પર નિર્ભર રહેશે. ઓવરસીઝ માર્કેટમાં સોનું 1915 ડોલર અને ચાંદી 22.70 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news