US Green Card : અમેરિકામાં ગ્રીનકાર્ડની રાહ જોનારા ગુજરાતીઓ માટે આવી મોટી ખુશખબર

US Green Card : યુએસની બાઈડન સરકાર દ્વારા ગ્રીનકાર્ડનો ક્વોટા વધારવાની કામગીરી હાથ ધરાઈ છે. આ માટે 1992 પછી ઉપયોગમાં ન લઈ શકાયેલા ગ્રીનકાર્ડ ઈશ્યુ કરવા સૂચના અપાઈ

US Green Card : અમેરિકામાં ગ્રીનકાર્ડની રાહ જોનારા ગુજરાતીઓ માટે આવી મોટી ખુશખબર

America Green Card Latest Upate : દરેક ગુજરાતીનું પહેલુ સપનુ અમેરિકા હોય છે. આ સપનુ પૂરુ કરવામાં ગ્રીનકાર્ડની ઝંઝટ આડે આવતી હતી. પરંતું હવે અમેરિકા જવા માંગતા ગુજરાતીઓ માટે મોટી ખુશખબરી અમરેકિન સરકારે આપી છે. ભારતીયોને, ખાસ કરીને ગુજરાતીઓને હવે અમેરિકા જવા ગ્રીનકાર્ડ મેળવવાનું આસાન થઈ ગયું છે. યુએસની બાઈડન સરકારે ગ્રીનકાર્ડ માટેનો ક્વોટા વધારવા ગ્રીન સિગ્નલ આપી દીધું છે. ઉપયોગમાં નહિ લઈ શકાયેલા ગ્રીનકાર્ડને ચલણમાં લાવીને લોકોને ઈશ્યુ કરવા ભલામણ કરાઈ છે. 

અમેરિકા નોકરી કરીને સ્થાયી થવુ દરેક ગુજરાતીનું ખ્વાબ હોય છે. પરંતુ અમેરિકામાં કાયમી વસવાટ કરવો હોય તો ગ્રીનકાર્ડ જરૂરી છે. જે અમેરિકામાં બહારથી આવીને રહેતા અને નોકરી કરતા ઈમિગ્રન્ટ્સને આપવામાં આવે છે. હવે ગુજરાતીઓ માટે અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવુ સરળ બની જશે. ખાસ કરીને, અમેરિકામાં રહીને જે ભારતીયો ગ્રીનકાર્ડની રાહ જોઈને બેસ્યા છે, તેમને વહેલામાં વહેલા ગ્રીનકાર્ડ મળી જશે.

યુએસની બાઈડન સરકાર દ્વારા ગ્રીનકાર્ડનો ક્વોટા વધારવાની કામગીરી હાથ ધરાઈ છે. આ માટે 1992 પછી ઉપયોગમાં ન લઈ શકાયેલા ગ્રીનકાર્ડ ઈશ્યુ કરવા સૂચના અપાઈ છે. અમેરિકન સરકારના આ નિર્ણયથી ગેરકાયદેસર અમેરિકા જવા જોખમી સાહસ ખેડતા લોકોનું પ્રમાણ પણ ઘટી શકે છે. 

2 લાખ 30 હજાર ગ્રીનકાર્ડ બેકાર છે
એક આંકડા અનુસાર, 1992 થી અત્યાર સુધી અનેક ગ્રીનકાર્ડ બેકાર પડે છે. 1992 થી 2022 સુધી લગભગ 2 લાખ 30 હજાર ગ્રીનકાર્ડનો ઉપયોગ થઈ શક્યો નથી. તેથી તેને ઉપયોગમાં લેવામાં બાઈડન સરકારે હિલચાલ શરૂ કરી છે. આ ગ્રીનકાર્ડમાં વાર્ષિક તબક્કાવાર ક્વોટા વધારાશે. જો, આ ગ્રીનકાર્ડનો ઉપયોગ વધશે તો અનેક ભારતીયોને તક મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news