Pan Card અને Salary Slip વિના પણ મળી શકે છે Personal Loan, બસ અપનાવી પડશે આ રીત
Salary Slip: પાનકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેમાં કરદાતાની નાણાકીય જાણકારી હોય છે. તો બીજી તરફ લોન લેતી વખતે પણ પાનકાર્ડની જરૂર પડી શકે છે. બેંક પણ લોન આપતી વખતે ઘણી બધી જાણકારીઓ લે છે અને દસ્તાવેજ પણ લે છે.
Trending Photos
Personal Loan: લોકોને ઘણીવાર પોતાની જરૂરિયાતોને પુરી કરવા માટે પૈસાની જરૂર પડે છે. જોકે તેમની પાસે એટલા પૈસા હોતા નથી કે તે પોતાની જરૂરિયાતો પુરી કરી શકે. એવામાં લોકો બેંક્માંથી લોન લે છે જેથી પોતાની જરૂરિયાતોને પુરી કરી શકે. તો બીજી તરફ બેંક પણ લોન આપતી વખતે ઘણી બધી જાણકારીઓ લે છે અને દસ્તાવેજ પણ લે છે. પર્સનલ લોન (Personal Loan) આપવા માટે પણ બેંકોને જરૂરી દસ્તાવેજોની જરૂર હોય છે. જોકે ઘણીવાર એવી સ્થિતિ પણ જોવા મળે છે જ્યારે જેને લોન જોઇએ તેની પાસે પાન કાર્ડ અને સેલરી પણ હોતી નથી. જોકે પાનકાર્ડ અને સેલરી સ્લિપ ન હોવાની સ્થિતિમાં પન લોકોને પર્સનલ લોન મળી શકે છે.
પાન કાર્ડ
પાનકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેમાં ટેક્સપેયરની નાણાકીય જાણકરી હોય છે. આ ઉપરાંત પર્સનલ લોન માટે સંપૂર્ણપણે ડિજિટલ અરજીના મામલે પાનકાર્ડ અને આધાર ઓળખ અને નાણાકીય વિશ્વનીયતાને સત્યાપિત કરવા અને રાષ્ટ્રીયતાની સાથે-સાથે ટેક્સની જાણકારીને પ્રમાણિત કરવા માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની જાય છે.
જોકે કેટલાક કેસમાં પાનકાર્ડ વિના અને સેલરી સ્લિપ વિના પણ લોન મળી જાય છે. આ સ્થિતિ હોઈ શકે છે.
ક્રેડિટ સ્કોર
700 અને તેનાથી વધુનો CIBIL સ્કોર થતાં લોન લેનાર કંપની દસ્તાવેજો વિના પર્સનલ લોન આપવામાં સંકોચ કરતી નથી. એક હાઇ ક્રેડિટ સ્કોર નાણાકીય વિશ્વનીયતા તરફ જાય છે.
ગત રેકોર્ડ
જો તમે પહેલાં પણ ક્યારેય લોન લીધી છે અને તમે સમયસર ચૂકવી છે તો આ તમારો ચોખ્ખો રેકોર્ડ દર્શાવે છે. બેંક અથવા ફાઇનાન્સ સાથે જોડાયેલી કંપનીઓ ગત રેકોર્ડને જોઇને પણ પર્સનલ લોન પાનકાર્ડ વિના અને સેલરી સ્લિપ વિના આપે છે.
Collateral Security
જો તમે કોઇપણ દસ્તાવેજ જમા કરાવી શકાતા નથી તો તમે તમારી કોઇ સંપત્તિને સિક્યોરિટીના રૂપમાં જમા કરાવી શકો છો અને પર્સનલ લોન લઇ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે