ગુજરાત બજેટ 2019: નીતિન પટેલે રજૂ કર્યું 'પાણીદાર' બજેટ, 2020 સુધી દરેક નળમાં પાણી
ગુજરાત સરકારનું બજેટ 2019-20 રજૂ કરતાં નાણામંત્રી નીતિન પટેલે પાંચ મુદ્દાઓ પર વિશેષ ભાર મુક્યો. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા રાજયની ખૂબ જ લોકપ્રિય આરોગ્યલક્ષી ”મા” અને “મા વાત્સલ્ય” યોજના માટે આવક મર્યાદા રૂપિયા ૪ લાખ અને સુરક્ષા કવચ રૂપિયા ૫ લાખ કરવામાં આવતાં લાભાર્થી પરિવારોની સંખ્યા ૭૨ લાખથી વધી છે. તેવી જ રીતે ખેડૂતોને વિના વ્યાજે મળતી સહાય એકસાથે અને ઝડપી મળી રહે તે માટે રિવોલ્વીંગ ફંડ ઊભું કરવામાં આવ્યું છે.
Trending Photos
અમદાવાદ: સરકાર દ્વારા રાજયની ખૂબ જ લોકપ્રિય આરોગ્યલક્ષી ”મા” અને “મા વાત્સલ્ય” યોજના માટે આવક મર્યાદા રૂપિયા ૪ લાખ અને સુરક્ષા કવચ રૂપિયા ૫ લાખ કરવામાં આવતાં લાભાર્થી પરિવારોની સંખ્યા ૭૨ લાખથી વધી ગઇ છે. તેવી જ રીતે ખેડૂતોને વિના વ્યાજે મળતી સહાય એકસાથે અને ઝડપી મળી રહે તે માટે રિવોલ્વીંગ ફંડ ઊભું કરવામાં આવ્યું છે. વૃદ્ધ પેન્શન માસિક રૂપિયા ૫૦૦ ને બદલે રૂપિયા ૭૫૦ અને લાભાર્થી વિધવા બહેનોના કેસમાં પુખ્ત વયના પુત્રની શરત રદ કરી મહિને રૂપિયા ૧૦૦૦ ને બદલે રૂપિયા ૧૨૫૦ પેન્શન આપવાનું તથા આંગણવાડી બહેનોના માસિક પગારમાં રૂપિયા ૯૦૦નો અને તેડાગર બહેનોના માસિક પગારમાં રૂપિયા ૪૫૦નો વધારો કરી, લેખાનુદાન વખતે કરેલી જાહેરાતોનો અમલ શરૂ કરી દીધો છે.
રાજ્યની પ્રજાની ભવિષ્યની જરૂરિયાને ધ્યાને લઇ આ વર્ષે આ બજેટમાં જળ વ્યવસ્થાપન, ગ્રીન અને ક્લીન એનર્જી, પર્યાવરણ, કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા રોજગારના પાંચ ક્ષેત્રો પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.
પાણીદાર ગુજરાત
રાજ્ય સરકારે છેલ્લા બે દાયકામાં ઘરે ઘરે પીવાનું પાણી પૂરું પાડવા અથાગ પ્રયત્નો કર્યા છે અને રાજ્યમાં વોટર ગ્રીડની સ્થાપના કરી છે. સ્વશાળ પાણી પુરવઠા ગ્રીડ દ્વારા રાજ્યના ૧૮૦૦૦ પૈકી ૧૩૦૦૦ કરતા વધુ ગામો તેમજ શહેરોમાં સરફેસ સ્ત્રોત આધારિત પાણી વિતરણનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે, જ્યારે બાકી વિસ્તારોમાં સ્થાનિક સ્ત્રોતથી પાણી આપવામાં આવે છે. રાજ્યમાં પીવાના પાણીની આવી સક્ષમ વ્યવસ્થાના લીધે નાગરરકોના આરોગ્ય અને જીવનધોરણમાં તેમજ રાજયના માનવ વિકાસ સૂચકાંકમાં નોંધપાત્ર સુધારો થયો છે.
વડાપ્રધાને તાજેતરમાં નલ સે જલ યોજનાની જાહેરાત કરી હતી જેના થકી આગામી પાંચ વર્ષમાં દેશના દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પુરૂ પાડવામાં આવશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ પૂર્ણ થઇ ગયું છે. રાજ્યના બાકીના ઘરોમાં 2020 સુધી નળ દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવા માટે રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે.
દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠું પાણી બનાવવા રાજ્યના દરિયાકાંઠા ઉપર ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાનો મહત્વપૂર્ણ નિર્ણય સરકારે કર્યો છે. આ ઉપરાંત રાજ્યના શહેરો વિસ્તારોમાં ઉત્પન્ન થતાં ગંદા પાણીને ટ્રીટ કરીને તેનો ઔદ્યોગિક હેતુસર પુન: ઉપયોગ કરવા માટેની નીતિ રાજ્ય સરકારે જાહેર કરી છે. જેના ભાગરૂપે 300 એમએલડી ક્ષમતાના પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે.
નલ સે જલ યોજના અંતગર્ત રાજ્ય સરકાર આગામી ત્રણ વર્ષમાં આશરે રૂપિયા 20 હજાર કરોડનો ખર્ચ કરી ગુજરાતનું એકપણ ઘર ટેપ વોટરથી વંચિત ન રહે તે સુનિશ્વિત કરશે. આ હેતુસર ચાલુ વર્ષે રૂપિયા 4500 કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે. જે ગત વર્ષ કરતાં 36 ટકા વધારે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે