સરકારે સ્વિકાર્યું હોટલ-મલ્ટીપ્લેક્સમાં સામાન્ય નાગરિકોને લુંટવામાં આવે છે
Trending Photos
નવી દિલ્હી : લોકસભામાં એક સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું કે, તેમાં કોઇ બે મત નથી કે હોટલ, રેલવે સ્ટેશન, એરપોર્ટ અને મલ્ટીપ્લેક્સમાં MRP કરતા વધારે કિંમતે વસ્તુઓ વેચવામાં આવે છે. જો કે સરકારે જ્યારે પણ કાર્યવાહી કરવાના પ્રયાસો કર્યા કોર્ટ વચ્ચે આવી જાય છે. સરકાર આ સમસ્યાના ઉકેલ માટે કાયદામાં સંશોધન કરવા અંગે વિચારી રહી છે.
પાસવાને કહ્યું કે, મોદી સરકાર ખેડૂતોની સમસ્યા મુદ્દે ખુબ જ ગંભીર છે. ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. હાલમાં સરકારે ખેડૂતોની આવકની સાથે પોલિસીને જોડવાનું કામ કર્યું છે. લોકસભામાં એક બીજા સવાલનો જવાબ આપતા કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે, કોઇ પણ પ્રોડક્ટ પર આઇએસઆઇ માર્ક (ISI) ન હોય તે દંડનીય અપરાધ છે. તેમણે જણાવ્યું કે, આઇએસઆઇ માર્ક વગરની પ્રોડક્ટ ખુબ જ હાનિકારક હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે