લોકોની આશા અપેક્ષાઓને ચકનાચૂર કરનારું બજેટ: વિપક્ષ નેતા પરેશ ધાનાણી

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા બજેટ અંગે સરકાર પર પ્રહાર કર્યા હતા. અને કહ્યું કે,ગુજરાત વિધાનાસભામાં નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નિવડી છે. ગુજરાત વિધાનસભામાં આજે નાણાંમંત્રી નીતિન પટેલે દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 2 લાખ કરોડના રજૂ કરેલા બજેટમાં ગુજરાતના ખેડૂતો માટે કોઇ પણ ફાયદાની વાત કરવામાં આવી નથી. આ બજેટથી સમાન્ય માણસોને નુકશાન થશે. 

લોકોની આશા અપેક્ષાઓને ચકનાચૂર કરનારું બજેટ: વિપક્ષ નેતા પરેશ ધાનાણી

ગાંધીનગર: વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા બજેટ અંગે સરકાર પર પ્રહાર કર્યા હતા. અને કહ્યું કે,ગુજરાત વિધાનાસભામાં નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નિવડી છે. ગુજરાત વિધાનસભામાં આજે નાણાંમંત્રી નીતિન પટેલે દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 2 લાખ કરોડના રજૂ કરેલા બજેટમાં ગુજરાતના ખેડૂતો માટે કોઇ પણ ફાયદાની વાત કરવામાં આવી નથી. આ બજેટથી સમાન્ય માણસોને નુકશાન થશે. 

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વધુમાં સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, 2 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું તેમ છતાં ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ચિંતા કરી નથી. ગુજરાતમાં દર 20 મિનિટે એક ગુજરાતી આત્મહત્યા કરી રહ્યો છે. ગુજરાત સરકાર રાજ્યના 50 ટકા ગામડાઓમાં પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહી છે. સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ મૂજબ છેલ્લા બે વર્ષમાં 52695 જેટલા લોકોએ આપઘાત કર્યા છે. એને મતલબ કે દર વર્ષે લાખો કરોડ રૂપિયા વિવિધ ક્ષેત્રોમાં ફળવામાં આવ્યા હોવા છતા ગુજરાતમાં દરરોજ 72 જેટલા લોકો આત્મ હત્યાકરવા માટે મજબૂર થયા છે.

નીતિન પટેલે રજૂ કર્યું ''પાણીદાર ગુજરાત'' બજેટ, 2020 સુધી દરેક નળમાં પાણી

ગુજરાતના યુવાનોને રોજગારી આપવા માટે ગુજરાત સરકાર પાસે કોઇ નક્કર યોજના નથી. ગુજરાતની પ્રજાને રાહત આપવાને બદલે સરકારે 430 કરોડનો બોજો નાખ્યો છે. ગુજરાતની જનતાએ ભાજપને આંધણું સમર્થન આપ્યું હોવા છતા લોકોને છેતરવાનું કામ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. પીવાના પાણી અંગે સરકારે જ વિધાનસભામાં સ્વિકાર્યું કે, પાણીની બાબતે સરકાર નિષ્ફળ નિવડી છે.

ગુજરાત બજેટ 2019: શિક્ષણ અને આરોગ્ય માટે સરકારે બનાવ્યો આ પ્લાન

સતત મળતી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીએ લોકોને રાહત આપવાને બદલે 430 કરોડથી વધુના બોજો નાખવાની જાહેરાત કરી છે. જરૂરી ન હોય તેવી જગ્યાએ સ્ટેમ્પ અને સોગંદનામાં જેવા નિયમો બનાવી સામાન્ય માણસને નુકશાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગુજરાતના લોકોની અપેક્ષા પર સરકાર નિષ્ફળ નિવડી છે.

વધુમાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે, આગામી રાજ્ય સભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોને થ્રી લાઇન વ્હીપ આપવામાં આવ્યો છે આશા રાખું છું કે, કોંગ્રેસના ચિન્હ પર ચૂંટાયેલા તમામ ધારાસભ્યો કોંગ્રેસના ઉમેદવારોને ફર્સ્ટ પ્રેફરન્સ વોટ આપશે. જો કોઈ ધારાસભ્ય વ્હીપનો અનાદર કરે તો સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને આધારે તેની સામે કાયદાકીય રીતે પગલાં ભરી શકાય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news