વિશ્વ આર્થિક મંચ પર ટ્રમ્પનું સંબોધન, ચીન સાથેની ડીલને ગણાવી દુનિયા માટે ઐતિહાસિક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે ટ્રેડ ડીલને વિશ્વ માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. દાવોસમાં વિશ્વ આર્થિક મંચ પર ટ્રમ્પે કહ્યું કે, હું પાછલા વર્ષે ન આવી શક્યો, પરંતુ આ વર્ષે આવ્યો છું. વિશ્વની અર્થવ્યવસ્થામાં પ્રગતિ માટે અમે ચીન સાથે ટ્રેડ ડીલ કરી, જેનો ફાયદો વિશ્વની અર્થવ્યવસ્થાને થશે.
 

વિશ્વ આર્થિક મંચ પર ટ્રમ્પનું સંબોધન, ચીન સાથેની ડીલને ગણાવી દુનિયા માટે ઐતિહાસિક

દાવોસઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે ટ્રેડ ડીલને વિશ્વ માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. દાવોસમાં વિશ્વ આર્થિક મંચ પર ટ્રમ્પે કહ્યું કે, હું પાછલા વર્ષે ન આવી શક્યો, પરંતુ આ વર્ષે આવ્યો છું. વિશ્વની અર્થવ્યવસ્થામાં પ્રગતિ માટે અમે ચીન સાથે ટ્રેડ ડીલ કરી, જેનો ફાયદો વિશ્વની અર્થવ્યવસ્થાને થશે. 

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું કે, તેમના કાર્યકાળ પહેલા અમેરિકાની ઘણી મોટી કંપનીઓ બંધ થઈ ગઈ હતી. પરંતુ જ્યારે તે સત્તામાં આવ્યા તો તેમણે ઘણી કંપનીઓને ફરી શરૂ કરાવવાનું કામ કર્યું છે. 

ચાઇલ્ડ કેયર પર અમેરિકાનું ફોકસ
અમેરિકાની સિદ્ધિને જણાવતા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકામાં ચાઇલ્ડ કેર પર ઘણું કામ કરવામાં આવ્યું છે. બાળકોના હેલ્થથી લઈને શિક્ષા પર ટ્રમ્પ સરકારનું ધ્યાન રહ્યું છે. અમેરિકાની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. 

તેમણે કહ્યું કે, વિશ્વના આર્થિક વિકાસના માર્ગમાં અમેરિકા મદદ માટે તૈયાર છે. પરંતુ ત્યારે પાછળ હટી જશે, જ્યારે કોઈ નિર્ણયથી અમેરિકાને નુકસાન થશે. 

શું છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ
સ્વિત્ઝર્લેન્ડ સ્થિત વિશ્વ આર્થિક મંચ છે, જે એક બિન સરકારી સંગઠન છે. વિશ્વભરમાં કારોબાર, રાજનીતિ, એકેડમિક ક્ષેત્રમાં કામ કરે છે. વૈશ્વિક ક્ષેત્રીય અને ઔદ્યોગિક લક્ષ્યો નક્કી કરવામાં વિશ્વ આર્થિક મંચની મોટી ભૂમિકા રહે છે. આ મંચ દર વર્ષે જાન્યુઆરીના અંતમાં સ્વિત્ઝર્લેન્ડના દાવોસના અલ્પાઇન સ્કાઈ રિઝોર્ટમાં વાર્ષિક બેઠકનું આયોજન કરે છે. આ બેઠકમાં વિશ્વભરના ઉદ્યોગપતિ, રાજનીતિ, આર્થિક જગતના હજારો નેતા ભાગ લે છે અને વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

આ VIDEO પણ ખાસ જુઓ...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news