Petrol Diesel લઇને લઇને આવી મોટી અપડેટ, એક મહિનામાં 8% તૂટ્યા ક્રૂડ ઓઇલના ભાવ

Petrol Diesel Price Today: આજે દેશની રાજધાની દિલ્હી સહિત અન્ય મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા જેવી કંપનીઓ પોતાની વેબસાઇટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. આવો જાણીએ ઓઇલના નવા ભાવ...  

Petrol Diesel લઇને લઇને આવી મોટી અપડેટ, એક મહિનામાં 8% તૂટ્યા ક્રૂડ ઓઇલના ભાવ

Petrol Diesel Price Update: ભલે જ ઇન્ટરનેશનલ માર્કેટમાં શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ એક ટકાની તેજી જોવા મળી હોય, પરંતુ એક મહિનામાં આ ભાવ લગભગ 8 ટકા સુધી ઓછા થયા છે. ખાડી દેશોના ક્રૂડ ઓઇલ ઇન્ટરનેશનલ માર્કેટમાં લગભગ 8 ટકા સુધી સસ્તું થયું છે. તો બીજી તરફ અમેરિકી ક્રૂડ ઓઇલના ભાવ લગભગ 7 ટકા ઓછું થયું છે. 

જાણકારોનું માનીએ તો ડિમાન્ડ પર અસર પડવાના લીધે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હકિકતમાં અમેરિકામાં સ્ટ્રોંગ ઇકોનોમિક ડેટા આવવાના લીધે અનુમાન છે કે ફેડ વ્યાજ દરોને લાંબા સમયથી હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. જેના લીધે ડોલર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી છે. જેની અસર ક્રૂડ ઓઇલના ભાવ પર જોવા મળશે. 

તો બીજી તરફ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. દેશના ચારેય મહાનગરોમાં એ જ ભાવ લાગૂ છે. જે 16 માર્ચના રોજ હતા. ત્યારે દેશની ઓએમસીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જાણકારોના અનુસાર ક્રૂડ ઓઇલના ભાવમાં આ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો તો ચૂંટણી બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. આવો તમને જણાવીએ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ કેટલા થઇ ગયા છે. 

ક્રૂડ ઓઇલના ભાવ
ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં શુક્રવારે તેજી જોવા મળી હતી. ખાદી દેશોમાં તેલ બ્રેંટ ક્રૂદ ઓઇલ 1 ટકાની તેજી સાથે 82.12 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું. આમ તો એક મહિનામાં બ્રેંટ ક્રૂડ ઓઇલના ભાવમાં 7.70 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 26 એપ્રિલ બાદ બ્રેંટ ક્રૂડ ઓઇલ 7 ડોલર પ્રતિ બેરલ સસ્તુ થયું છે. 

તો બીજી તરફ અમેરિકન ક્રૂડ ઓઈલ એટલે કે ડબલ્યૂટીઆઇ (WTI) ની કિંમતમાં 1.11 ટકાનો વધારો જોવા મળ્યો છે અને કિંમત ઘટીને $77.72 પ્રતિ બેરલ થઈ ગઈ છે. લગભગ એક મહિનામાં અમેરિકન તેલની કિંમતમાં લગભગ 7 ટકાનો ઘટાડો થયો છે. મતલબ કે WTIમાં લગભગ 6 ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે.

દેશના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
નવી દિલ્હીઃ પેટ્રોલનો ભાવ: 94.72 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલનો ભાવ: 87.62 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: પેટ્રોલનો ભાવ: 103.94 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલનો ભાવ: 90.76 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: પેટ્રોલનો ભાવ:104.21 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલનો ભાવ:92.15 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નાઈ: પેટ્રોલનો ભાવ: 100.75 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલનો ભાવ: 92.34 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: પેટ્રોલનો ભાવ: 99.84 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલનો ભાવ: 85.83 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ પેટ્રોલનો ભાવ: 94.24 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલનો ભાવ: 82.40 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામઃ પેટ્રોલનો ભાવ: 95.19 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલનો ભાવ: 88.05 રૂપિયા પ્રતિ લિટર
લખનૌઃ પેટ્રોલનો ભાવ: 94.65 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલનો ભાવ: 87.76 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા: પેટ્રોલનો દર: 94.83 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલનો ભાવ: 87.96 રૂપિયા પ્રતિ લિટર

પેટ્રોલના નવા ભાવ કેવી રીતે જાણી શકાય-
પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ના ભાવ દરરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગે અપડેટ થઇ જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ તમે એસએમએસ દ્રારા પણ જાણી શકો છો. (How to check diesel petrol price daily). ઇન્ડીયન ઓઇલ (Indian Oil) ના કસ્ટમર RSP સ્પેસ પેટ્રોલ પંપનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ (BPCL) ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. તો બીજી તરફ એચપીસીએલ (HPCL) ના ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર ભાવ જાણી શકે છે. 

OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે Public sector Oil Marketing Companies (OMCs) એટલેકે, દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news