Sarkari Naukri: ધોરણ 10 પાસ માટે આવી રહી છે બંપર નોકરીની તકો, સરકારી નોકરી માટે ઈચ્છુક યુવાઓ માટે ખુશખબર

Sarkari Naukri: સરકારી નોકરીની તૈયારી કરનારા ઉમેદવારો માટે સારી તક આવવાની તૈયારી છે. SSC બહુ જલદી SSC MTS 2024 Notification બહાર પાડશે. રિપોર્ટ મુજબ લગભગ 1500થી વધુ SSC MTS પર ભરતી આવે તેવી શક્યતા છે.

Sarkari Naukri: ધોરણ 10 પાસ માટે આવી રહી છે બંપર નોકરીની તકો, સરકારી નોકરી માટે ઈચ્છુક યુવાઓ માટે ખુશખબર

Sarkari Naukri: સરકારી નોકરીની તૈયારી કરનારા ઉમેદવારો માટે સારી તક આવવાની તૈયારી છે. SSC બહુ જલદી SSC MTS 2024 Notification બહાર પાડશે. રિપોર્ટ મુજબ લગભગ 1500થી વધુ SSC MTS પર ભરતી આવે તેવી શક્યતા છે. SSC Exm 2024 Calendar  મુજબ અરજી પ્રક્રિયા 7 જૂન 2024 સુધીમાં શરૂ થઈ શકે છે. જ્યારે પરીક્ષાનું આયોજન જુલાઈ કે ઓગસ્ટમાં થવાની શક્યતા છે.  SSC MTS 2024 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે વિશે વિસ્તારપૂર્વક જાણો. 

SSC MTS 2024 માટે જરૂરી ઉંમર મર્યાદા
SSC MTS 2024 માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ હોવી જોઈએ. કેટલાક વિભાગોમાં મહત્તમ ઉંમર મર્યાદા 27 વર્ષ સુધી પણ છે. આ સાથે જ તમામ અનામત વર્ગના ઉમેદવારોની મહત્તમ ઉંમર મર્યાદામાં ખાસ છૂટ અપાશે. આ અંગે જાણકારી આ પ્રમાણે છે. 

- ઓબીસી વર્ગ- 3 વર્ષ
- એસસી વર્ગ- 5 વર્ષ
- એસટી વર્ગ- 5 વર્ષ
- દિવ્યાંગ જનરલ વર્ગ- 10 વર્ષ
- દિવ્યાંગ ઓબીસી વર્ગ - 13 વર્ષ
- દિવ્યાંગ એસએસી-એસટી વર્ગ- 15 વર્ષ

SSC MTS 2024 માટે જરૂરી શૈક્ષણિક યોગ્યતા
આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવાર  કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી ધોરણ 10 પાસ હોવો જરૂરી છે. 

અરજી ફી
અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારો માટે અલગ અલગ અરજી ફી નક્કી કરવામાં આવી છે. જેની જાણકારી આ પ્રમાણે છે. 

- જનરલ વર્ગ- 100 રૂપિયા
-ઓબીસી વર્ગ- 100 રૂપિયા
- આર્થિક રીતે નબળા વર્ગ- 100 રૂપિયા
- એસસી વર્ગ- છૂટ
- એસટી વર્ગ- છૂટ
 - દિવ્યાંગ વર્ગ- છૂટ
- મહિલા વર્ગ- છૂટ
- એક્સ સર્વિસમેન- છૂટ

ભરતી પ્રક્રિયા શું છે
SSC MTS 2024 ભરતી પ્રક્રિયા હેઠળ યોગ્ય ઉમેદવારોની ભરતી માટે SSC MTS 2024 ટિયર 1 અને SSC MTS 2024 ટિયર 2 નું આયોજન કરવામાં આવશે. તેનું આયોજન સીબીટી મોડમાં કરવામાં આવશે. જ્યારે હવલદારની જગ્યાઓ પર ભરતી માટે ફિઝિકલ ટેસ્ટનું પણ આયોજન કરાશે. 

SSC MTS 2024 માં કેવી રીતે કરવી અરજી
- અરજી કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ ssc.gov.in પર જાઓ. 
- ત્યાં હોમપેજ  પર રહેલી SSC MTS 2024 લિંક પર ક્લિક કરો. 
- ત્યાં માંગવામાં આવેલી તમામ માહિતીઓ આરામથી ભરો. 
- માંગવામાં આવેલા ડોક્યુમેન્ટ્સની સ્કેન કરાયેલી કોપીઓ અપલોડ કરો. 
- અરજી પ્રક્રિયા પૂરી કરવા માટે નક્કી કરાયેલી અરજી ફીને ઓનલાઈન ચૂકવો. 
- અરજી પ્રક્રિયા પૂરી થયા બાદ તમારું અરજી ફોર્મ તમારી પાસે રાખો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news