SRH Vs RR: ખરાબ બેટિંગ નહીં પરંતુ 'શબનમ'ના કારણે રાજસ્થાન હાર્યું? જાણો કેમ આવું કહ્યું સંજૂ સેમસને

SRH Vs RR: આઈપીએલની પહેલી ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સનું ત્રીજીવાર ફાઈનલ રમવાનું સપનું રોળાઈ ગયું. સંજૂ સેમસનની કેપ્ટનશીપવાળી ટીમ શુક્રવારે આઈપીએલ 2024ની ક્વોલિફાયર 2માં સનરાઈઝર્સ હૈદરાબાદના હાથે 36 રનથી હારી. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને આ હાર માટે શબનમને જવાબદાર ઠેરવી. 

SRH Vs RR: ખરાબ બેટિંગ નહીં પરંતુ 'શબનમ'ના કારણે રાજસ્થાન હાર્યું? જાણો કેમ આવું કહ્યું સંજૂ સેમસને

આઈપીએલની પહેલી ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સનું ત્રીજીવાર ફાઈનલ રમવાનું સપનું રોળાઈ ગયું. સંજૂ સેમસનની કેપ્ટનશીપવાળી ટીમ શુક્રવારે આઈપીએલ 2024ની ક્વોલિફાયર 2માં સનરાઈઝર્સ હૈદરાબાદના હાથે 36 રનથી હારી. ચેન્નાઈના એમએમ ચિદમ્બરમ સ્ટેડિયમ પર રમાયેલી ક્વોલિફાયર 2 મેચમાં 2008ની ચેમ્પિયન રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 175 રન કર્યા અને રાજસ્થાને લક્ષ્યનો પીછો કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 139 રન જ કર્યા. આમ 36 રનથી હારનો સામનો કરવો પડ્યો. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને આ હાર માટે શબનમને જવાબદાર ઠેરવી. 

સંજૂ સેમસને મેચ બાદ કહ્યું કે અમે પહેલી ઈનિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું. અમારા બોલરોનું પ્રદર્શન પ્રશંસાને પાત્ર હતું. બીજી ઈનિંગ દરમિયાન વચ્ચેની ઓવરોમાં અમે સારું પ્રદર્શન કર્યું નહીં અને ત્યાં જ મેચ અમારા હાથમાંથી નીકળી ગઈ. બીજી ઈનિંગમાં પીચ બદલાઈ ગઈ હતી. શબનમ એટલે કે ઝાકળ ન હોવાના કારણે આવું બન્યું હતું. પીચમાં ઘણું સ્પિન હતું અને આ સાથે જ તેમના બોલરોએ પણ કમાલની બોલિંગ કરી. 

ફાઈનલમાં હવે 2016ની ચેમ્પિયન હૈદરાબાદનો સામનો 26 મેના રોજ બેવાર ચેમ્પિયન બનેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સાથે થશે. હૈદરાબાદ માટે શાહબાજ અહેમદે ઘાતક બોલિંગ કર તા ચાર ઓવરોમાં 23 રન આપીને 3 મોટી વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અભિષેક શર્માએ આર ઓવરોમાં ફક્ત 24 રન  આપ્યા અને બે મોટી સફળતા મેળવી. જ્યારે કેપ્ટન પેટ કમિન્સ અને ટી નટરાજને એક એક વિકેટ લીધી હતી. 

સંજૂ સેમસને કહ્યું કે છેલ્લા બે ત્રણ વર્ષથી અમારી ટીમમાં કેટલાક સારા યુવા ખેલાડીઓ આવ્યા છે. ધ્રુવ જુરેલ અને રિયાન પરાગનું પ્રદર્શન ખુબ સારું રહ્યું છે. તેઓ ફક્ત અમારી ટીમ માટે જ નહીં પરંતુ ભારતીય ટીમ માટે પણ સારું ક્રિકેટ રમી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news