કોરોનાથી ઇકોનોમીને લાગશે મોટો ઝટકો, મૂડીઝનું અનુમાન- ભારતનો GDP ગ્રોથ રહેશે માત્ર 2.5 ટકા
મૂડીઝે ભારતના જીડીપી અનુમાનને કેલેન્ડર વર્ષ 2020 માટે 5.3 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરી દીધું છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસના પ્રકોપને કારણે ઇકોનોમીને સતત નુકસાન થઈ રહ્યું છે. તેવામાં રેટિંગ એજન્સીઓ વિશ્વ સહિત ભારતના જીડીપી ગ્રોથ અનુમાનને ઘટાડી રહી છે. મૂડીઝે ભારતના જીડીપી અનુમાનને કેલેન્ડર વર્ષ 2020 માટે 5.3 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરી દીધું છે.
ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ઇન્વેસ્ટર્સ સર્વિસે પહેલા ભારતનો જીડીપી 5.3 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. કોરોના વાયરસના સંકટને લઈને મૂડીઝનું કહેવું છે કે તેથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને ખુબ મોટો ઝટકો લાગશે. મૂડીઝે કહ્યું કે, વર્ષ 2019 માટે દેશની જીડીપી વૃદ્ધિ 5 ટકા આસપાસ રહી શકે છે.
શું કહ્યું મૂડીઝે
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે મૂડીઝે પોતાના 'ગ્લોબલ મૈક્રો આઉટલુક 2020-2021માં કહ્યું કે, અંદાજીત વૃદ્ધિ દરના હિસાબથી ભારતમાં 2020માં આવકમાં મોટો ઘટાડો થઈ શકે છે. તેથી 2021માં ઘરેલૂ માગ અને આર્થિક સ્થિતિમાં સુધારનો દર પહેલાથી વધુ પ્રભાવિત થઈ શકે છે.'
એજન્સીએ કહ્યું છે, 'ભારતમાં બેન્કો અને ગેર બેન્કિંગ નાણાકીય કંપનીઓની પાસે રોકડ ધનની ભારે કમીના કારણે ભારતમાં લોન હાસિલ કરવાને લઈને પહેલાથી સમસ્યા ચાલી રહી છે.'
ઉલ્લેખનીય છે કે ચીનના વુહાન શહેરથી શરૂ થયેલા કોરોના વાયરસે વિશ્વના 199 દેશોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. અત્યાર સુધી તેના કારણે વિશ્વમાં 24 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. વિશ્વના 50થી વધુ દેશોના 170 કરેડ લોકો કોરોનાને કારણે ઘરમાં કેદ રહેવા મજબૂર છે.
અસબીઆઈ ઇકોરેપે પણ ઘટાડ્યું અનુમાન
આ પહેલા ગુરૂવારે આવેલા એસબીઆઈ રિસર્ચના રિપોર્ટ ઇકોરેપ અનુસાર 2019/20માં જીડીપી વૃદ્ધિ દર 5 ટકાથી ઘટીને 4.5 ટકા રહી શકે છે. રિપોર્ટ અનુસાર, તેના કારણે ચાલૂ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 2.5 ટકા રહેવાનું અનુમાન છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે