Janmastami 2020 News

તહેવારો પર સૌરાષ્ટ્રના બજારો ખાલીખમ, દર વર્ષની સરખામણીએ માત્ર 2 ટકા વેપાર છે
કોરોના વાયરસની મહામારીને રોકવા કરવામાં આવેલ લોકડાઉન તેમજ કોરોને લઈને લોકોમાં જે ડરનો માહોલ છે, તેને લઈ તહેવારો સમયે પણ બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી મહત્વનો ગણાતા જન્માષ્ટમીના તહેવારના આડે ગણતરીના દિવસો હોવા છતા પણ બજાર ખાલીખમ જોવા મળી રહ્યાં છે. કપડા બજારથી લઈને અનાજ બજાર અને ફરસાણ-મીઠાઈની દુકાનોમાં પણ ભારે મંદી જોવા મળી રહી છે. કોરોના વાયરસ (corona effect) ના સંક્રમણને રોકવા સરકાર દ્વારા અંદાજે ચાર માસ જેટલો સમય સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યુ હતું, તેને લઈને વેપારીઓથી લઈને નોકરીયાત તમામ વર્ગને મોટો આર્થિક ફટકો પડ્યો છે અને બજારમાં મંદીનો માહોલ છે. મંદીના માહોલ વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મંદી અને કોરોનાનો ડર એમ ડબલ માર વેપાર ધંધા પર જોવા મળી રહ્યો છે. 
Aug 10,2020, 8:56 AM IST
શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે સોમનાથ મંદિરમાં ચકલા ઉડ્યા, ભક્તોની પાંખી હાજરી જોવા મ
આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે.  બમ બમ ભોલેના નાદથી ગુજરાતભરના શિવાલયો ગુંજી ઉઠ્યાં છે. વહેલી સવારથી શિવાલયોમાં ભક્તો કોરોના કાળમાં પણ ભગવાન શિવનાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરીને ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે. જો કે વૃદ્ધો અને બાળકોને ઘરની બહાર નહીં નીકળવાનું હોવાથી ઝી 24 કલાક આપને ઘરે બેઠાં જ તમામ મંદિરોનાં દર્શન  કરાવી રહ્યું છે. સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, અમરનાથ મહાદેવ, પશુપતિનાથ મહાદેવનાં દર્શન અમે આપને ઘરે બેઠાં કરાવી રહ્યા છીએ. આજે શ્રાવણ મહિના (Shravan month) નો ત્રીજો સોમવાર છે એટલે જે શિવભક્તો રોજ ઉપવાસ નથી રાખતા, તે પણ આજે અચૂક ઉપવાસ કરશે. આ ધાર્મિક મહિનામાં સોળ સોમવારનું વ્રત પણ કરવામાં આવે છે.
Aug 10,2020, 8:25 AM IST

Trending news