CNG Car ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો આ 5 ગાડીઓ છે શ્રેષ્ઠ વિકલ્પ

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી પરેશાન, જો તમે નવી CNG થી ચાલતી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી થશે. આજે અમે તમને શ્રેષ્ઠ CNG કાર વિશે જણાવીશું, જે ના માત્ર તમારા બજેટમાં જ નહીં, પરંતુ લુક્સ અને સુવિધાઓની દ્રષ્ટિએ પણ મોંઘી કાર સાથે સ્પર્ધા કરશે. ચાલો જાણીએ તે કારની ખાસિયતો અને કિંમત વિશે .

CNG Car ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો આ 5 ગાડીઓ છે શ્રેષ્ઠ વિકલ્પ

ઝી બ્યૂરો, અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી પરેશાન, જો તમે નવી CNG થી ચાલતી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી થશે. આજે અમે તમને શ્રેષ્ઠ CNG કાર વિશે જણાવીશું, જે ના માત્ર તમારા બજેટમાં જ નહીં, પરંતુ લુક્સ અને સુવિધાઓની દ્રષ્ટિએ પણ મોંઘી કાર સાથે સ્પર્ધા કરશે. ચાલો જાણીએ તે કારની ખાસિયતો અને કિંમત વિશે.

No description available.

મારુતી સુઝુકી વેગન આર:
દેશની અગ્રણી કાર નિર્માતા કંપની મારુતી સુઝુકીએ તેની હેચબેક કાર વેગન આરને ભારતીય બજારમાં બે પેટ્રોલ એન્જિનના વિકલ્પો સાથે લોન્ચ કરી છે. આ સિવાય આ કાર CNG વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે. સીએનજી વેગનઆર 1.0 લીટર 3-સિલિન્ડર એન્જિનથી ચાલે છે જે 57 પીએસ પાવર અને 78 એનએમ ટોર્ક જનરેટ કરે છે. એટલું જ નહીં, સીએનજી મોડલ વેગનઆર 32.52 કિમી/કિલો માઈલેજ આપે છે. આ કાર દૈનિક ઓફિસ ઉપયોગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે વેગનઆરનું સીએનજી મોડલ ખરીદવું હોય તો તેની કિંમત 5,70,500 રૂપિયાથી શરૂ થાય છે.

No description available.

હ્યુન્ડાઇ સેન્ટ્રો:
સાઉથ કોરિયન ઓટોમેકર હ્યુન્ડાઇએ મેગ્ના અને સ્પોર્ટઝ વર્ઝનમાં સીએનજી વિકલ્પ સાથે નવી સેન્ટ્રોને ભારતીય બજારમાં લોન્ચ કરી છે. આ કાર 1.2 લીટર 4-સિલિન્ડર એન્જિનથી ચાલે છે જે CNG વેરિએન્ટમાં 60 PS પાવર અને 85 Nm ટોર્ક જનરેટ કરે છે. આ કાર સીએનજી પર 30.48 કિમી/કિલોની માઇલેજ આપે છે. જો તમે ઓછા બજેટમાં સ્ટાઇલિશ લુક અને મજબૂત પાવરવાળી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ કાર તમારા માટે બેસ્ટ છે. આ કારની શરૂઆતની કિંમત 5,99,900 લાખ રૂપિયા છે.

No description available.

મારુતી સુઝુકી અલ્ટો:
મારુતી સુઝુકીની બજેટ કારની યાદીમાં અલ્ટોનું નામ ટોચ પર છે. આ કાર નાના પરિવાર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, તેથી થોડા સમય પહેલા સુધી તે ભારતમાં સૌથી વધુ વેચાતી કાર હતી. ઓછી કિંમતની આ કારનું પરફોર્મન્સ પણ મજબૂત છે. બીજી બાજુ, જો તમે અલ્ટોનું CNG મોડલ ખરીદો છો, તો તમને ઘણા ફાયદા થશે. અલ્ટોને 0.8-લિટર એન્જિનમાં મળે છે જે CNG પર ચાલે ત્યારે 40 PS પાવર અને 60 Nm ટોર્ક જનરેટ કરે છે. CNG વેરિએન્ટ 31.59 કિમી/કિગ્રા માઇલેજ આપે છે. અલ્ટો હેચબેક CNG વેરિએન્ટ LXi અને LXI (O) ટ્રીમમાં આવે છે. આ કારની કિંમત 4,66,400 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

No description available.

મારુતિ સુઝુકી સેલેરીયો:
મારુતિ સુઝુકીની આ કાર બજેટ અને નાની કારની યાદીમાં સામેલ છે. ઓટોમેટિક ટ્રાન્સમિશન (AMT) સાથે આવનારી આ પહેલી બજેટ કાર છે. પેટ્રોલ એન્જિન સિવાય કંપનીએ આ કારને CNG વેરિએન્ટમાં રજૂ કરી છે. સીએનજી હેચબેક 1.0 લીટર એન્જિન દ્વારા સંચાલિત છે જે 57 પીએસ પાવર અને 78 એનએમ ટોર્ક જનરેટ કરે છે. સીએનજી મોડલ 30.47 કિમી/કિલો માઈલેજ આપે છે. CNG વેરિએન્ટ VXI અને VXI (O)  વેરિયંટમાં ઉપલબ્ધ છે. જેની પ્રારંભિક કિંમત 5,95,000 રૂપિયા છે.

No description available.

મારુતિ સુઝુકી અર્ટિગા:
જો તમે 7 બેઠકની ક્ષમતા ધરાવતી CNG કાર શોધી રહ્યા છો, તો મારુતિ સુઝુકીની અર્ટિગા તમારા માટે શ્રેષ્ઠ રહેશે. કંપનીએ આ કારમાં 1.5 લીટર ક્ષમતાના પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે CNG માં 92PS પાવર અને 122Nm ટોર્ક જનરેટ કરે છે. આ કાર CNG પર 26.08 kmpl ની માઇલેજ આપે છે. ધ્યાનમાં રાખો કે CNG વેરિએન્ટ ફક્ત Vxi મોડલમાં ઉપલબ્ધ છે. આ કારના CNG વેરિએન્ટની પ્રારંભિક કિંમત 9.46 લાખ રૂપિયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news