ગુજરાત વિધાનસભામાં આજથી ચોમાસું સત્રનો પ્રારંભ, ગૃહને મળ્યા પ્રથમ મહિલા સ્પિકર

ગુજરાત વિધાનસભામાં આજથી ચોમાસું સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે બે દિવસના ટૂંકા સત્રમાં આજનો દિવસ ખુબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કેમ કે, વિધાનસભાને પ્રથમ મહિલા સ્પિકર મળ્યા છે.

ગુજરાત વિધાનસભામાં આજથી ચોમાસું સત્રનો પ્રારંભ, ગૃહને મળ્યા પ્રથમ મહિલા સ્પિકર

હિતલ પારેખ/ ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજથી ચોમાસું સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે બે દિવસના ટૂંકા સત્રમાં આજનો દિવસ ખુબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કેમ કે, વિધાનસભાને પ્રથમ મહિલા સ્પિકર મળ્યા છે. જે પ્રકારે નિમાબેન આચાર્યનો બહોળો અનુભવ છે અને ધારાસભ્ય તરીકે અને ખાસ કરીને લાંબા સમયથી અધ્યક્ષ તરીકે જે અધ્યક્ષની ગેરહાજરીમાં બેસતી પેનલમાં નોમીની તરીકે પણ તેઓ પોતાની ફરજ અદા કરી ચૂક્યા છે. ત્યારે હવે વિધાનસભાનું સંચાલન નિમાબેન આચાર્ય સાથે કરવામાં આવશે.

આજે બપોરે 12 વાગ્યે શરૂઆત થતા જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નિમાબેન આચાર્યનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે અને સર્વાનુમતે તેમની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવશે. આજના દિવસની સૌથી મહત્વની બાબત જે છે તે છે પ્રશ્નોત્તરી કાળ છે. પ્રશ્નોત્તરી કાળમાં વિરોધ પક્ષ જે ઘેરાવાનો પ્રયત્ન કરશે તેનો મુખ્યમંત્રીથી લઇને તમામ મંત્રીઓ પ્રતિઉત્તર આપશે. આ એક ઐતિહાસિક ઘડી છે કેમ કે, વિધાનસભા જ્યારે પ્રથમવાર મળી હતી ત્યારે પ્રથવ વખત એવું બન્યું હતું કે, તમામ મંત્રીઓ નવા હતા અને આજે આટલા વર્ષો બાદ જ્યારે વિધાનસભા સત્ર મળી રહ્યું છે ત્યારે પ્રથમ વખત તમામ મંત્રીઓ નવા હશે.

સાથે સાથે આ વિધાનસભા બાદ સૌથી વધુ ધ્યાન ખેંચનાર મુદ્દો ઉપાધ્યક્ષની ચૂંટણીનો હશે. કેમ કે, આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી એક-એક ઉમેદવારે ફોર્મ ભર્યું છે. ભાજપમાંથી જેઠા ભરવાડા અને કોંગ્રેસમાંથી અનિલ જોશિયારાએ ફોર્મ કર્યું છે. જો કે, ફોર્મ પાછું ખેંચવામાં નથી આવ્યું એટલે ચૂંટણી યોજાશે અને રસપ્રદ બનશે.

સ્વાભાવિક છે કે, સંખ્યાબળની દ્રષ્ટીએ ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. પરંતુ ચૂંટણી રસપ્રદ બને તેવું લાગી રહ્યું છે કેમ કે, કોંગ્રેસના શાબ્દિક ચાબખાઓ સહન કરવાનો રાજ્ય સરકારનો વારો આવશે. તો બેઠકના અંતે સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે. એકંદરે આજના આ સત્રની કામગીરી સૌનું ધ્યાન ખેંચે એવી બનશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news