Layoffs: કોસ્ટ કટિંગના કારણે 1000 લોકોએ ગુમાવી નોકરી, આ દિગ્ગજ કંપનીએ કરી છટણી

Byju's: કંપની દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે તે યુએસ કોર્ટમાં એક અબજ ડોલરના દેવાની ચૂકવણીને લઈને કાનૂની વિવાદમાં છે. બાયજુએ પહેલેથી જ કહ્યું હતું કે તે ઓક્ટોબર 2022 થી આગામી છ મહિનામાં લગભગ 2,500 કર્મચારીઓની છટણી કરશે.

Layoffs: કોસ્ટ કટિંગના કારણે 1000 લોકોએ ગુમાવી નોકરી, આ દિગ્ગજ કંપનીએ કરી છટણી

Byju's Company: એડટેક જાયન્ટ બાયજુએ પુનર્ગઠન પ્રક્રિયાના ભાગરૂપે લગભગ 1,000 કર્મચારીઓની છટણી કરી છે. ઘટનાક્રમથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે છટણી કરાયેલા કર્મચારીઓ વિવિધ વિભાગોના છે. એક સૂત્રએ જણાવ્યું કે લગભગ 1000 કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. જો કે કંપનીના કર્મચારીઓની કુલ સંખ્યા 50,000 છે.

યુએસ કોર્ટમાં કાનૂની વિવાદ
કંપની દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે તે એક અબજ ડોલરના દેવાની ચૂકવણીને લઈને યુએસ કોર્ટમાં કાનૂની વિવાદમાં છે. બાયજુએ પહેલેથી જ કહ્યું હતું કે તે ઓક્ટોબર 2022 થી આગામી છ મહિનામાં લગભગ 2,500 કર્મચારીઓની છટણી કરશે. 

No description available.

પહેલા 2500 કર્મચારીઓને છૂટા કર્યા
કંપનીએ ઑક્ટોબર 2022 થી છેલ્લા છ મહિનામાં લગભગ 2,500 કર્મચારીઓમાંથી લગભગ 5% ની હકાલપટ્ટી કરી છે.  બાયજુના સ્થાપક અને સીઈઓ બાયજુ રવિન્દ્રને ઓક્ટોબરમાં કર્મચારીઓને ખાતરી આપી હતી કે 2,500 કર્મચારીઓ પછી કોઈ છટણી કરવામાં આવશે નહીં.

એવી ધારણા છે કે છટણી 16 જૂને થઈ હતી. જેમાં ઈન મીટીંગ અને ફોન કોલ દ્વારા કર્મચારીઓને કાઢી મુકવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે બાયજુ દેશના સૌથી મોટા સ્ટાર્ટઅપ્સમાંનું એક છે. આ કંપનીમાં લગભગ 50,000 કર્મચારીઓ કામ કરે છે.

આ પણ વાંચો:
CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, જાણો શું છે પહિંદ વિધિ અને ક્યારથી થઈ તેની શરૂઆત
ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં લીધો ભાગ, ભગવાન જગન્નાથ રથમાં થયા બિરાજમાન
આજે ભુલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ગયા તો સો ટકા ફસાયા સમજો, કારણ કે..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news