Budget 2023: આ વખતે ખુશ થઈ જશે દેશના 14 કરોડ ખેડૂતો, સરકાર કરી શકે છે આ 3 મોટી જાહેરાત
Union Budget 2023: આજે પહેલી ફેબ્રુઆરી છે અને ગણતરીના કલાકો બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ વખતે ખેડૂતોને બજેટથી ઘણી આશાઓ છે. લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારના બીજા કાર્યકાળનું આ અંતિમ પૂર્ણ બજેટ છે. ત્યારબાદ આગામી વર્ષે 2024માં ચૂંટણી થવાની છે. આવામાં સરકારની પણ કોશિશો હશે કે ખેડૂત વર્ગ ખુશને કરે.
Trending Photos
Union Budget 2023: આજે પહેલી ફેબ્રુઆરી છે અને ગણતરીના કલાકો બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ વખતે ખેડૂતોને બજેટથી ઘણી આશાઓ છે. લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારના બીજા કાર્યકાળનું આ અંતિમ પૂર્ણ બજેટ છે. ત્યારબાદ આગામી વર્ષે 2024માં ચૂંટણી થવાની છે. આવામાં સરકારની પણ કોશિશો હશે કે ખેડૂત વર્ગ ખુશને કરે. ખેડૂતોને નવી સુવિધાઓ આપવા પાછળ સરકારનો હેતુ તેમની આવક વધારવાનો છે. આવામાં આશા છે કે આ વખતે સરકાર તરફથી ખેડૂતોને ત્રણ મોટી ભેંટ આપવામાં આવી શકે છે. આવો જાણીએ નાણામંત્રીના પટારામાંથી તેમને શું ભેટ મળી શકે છે.
પીએમ કિસાન નિધિની રકમમાં વધારો
પીએમ કિસાન નિધિ કેન્દ્ર સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક છે. બજેટ પહેલા તમામ મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે આ વખતે સરકાર આ યોજનાની વાર્ષિક રકમમાં 2 હજાર રૂપિયાનો વધારો કરી શકે છે. હાલ પીએમ કિસાન હેઠળ દેશના લગભગ સાડા આઠ કરોડ ખેડૂતોને 6000 રૂપિયા વાર્ષિક મળે છે. આજે નાણામંત્રી બજેટમાં આ રકમ વધારીને આઠ હજાર કરી શકે છે. જો આ જાહેરાત થશે તો ખેડૂતોને 2-2 હજાર રૂપિયાના ચાર હપ્તા મળશે. અત્યાર સુધીમાં ખેડૂતોને 2-2 હજાર રૂપિયાના 3 હપ્તા મળે છે.
કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની આશા
કિસાનોને દેવામુક્ત કરવા અને તેમની આવક વધારવાના હેતુસર સરકાર ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડને સતત પ્રોત્સાહન આપી રહી છે. જેને લઈને નાણામંત્રીએ તાજેતરમાં બેંક પ્રમુખો સાથે થયેલી બેઠકમાં પણ નિર્દેશ આપ્યા હતા. બેંકોને કહેવાયું હતું કે ખેડૂતોને વધુમાં વધુ કેસીસીનો લાભ આપવા માટે પીએમ કિસાન સન્માન નિધિના ડેટાનો પ્રયોગ કરી શકો છો. હાલ આ યોજના હેઠળ ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન ઓછા વ્યાજે અપાય છે. આ વખતે નાણામંત્રી પાસેથી ખેડૂતોને આશા છે કે તેઓ ક્રેડિટ કાર્ડ પર મળતી લોનની લિમિટ વધારી દેશે.
પાક વીમો
પ્રધાનમંત્રી કિસાન વીમા યોજના પણ કેન્દ્ર સરકારની લાભકારી યોજનાઓમાંથી એક છે. કિસાન ક્રેડિટ કાર્ડના કારણ કિસાન પોતાના પાકનો વીમો પણ કરાવી શકે છે. પાકનો વીમો કરાવવાથી જો કોઈ પ્રાકૃતિક આફત કે આગ લાગવાથી ખેડૂતોનો પાક નષ્ટ થાય તો તેમને વળતર આપવામાં આવશે. પૂરની સ્થિતિમાં પાકના પાણીમાં ડૂબવાથી કે દુષ્કાળ પડવાથી પાકના બળી જવાના ટાણે ખેડૂતોને કિસાન ક્રિડિટ કાર્ડ ખુબ કામ આવે છે. આ વખતે બજેટમાં આશા છે કે સરકાર પીએમ કિસાન પાક વીમા યોજનામાં ફાળવણી વધારે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે