6 મહિના પહેલાં 75 રૂપિયા પર આવ્યો હતો IPO, હવે 1000 રૂપિયાને પાર શેર, 1240% ની તોફાની તેજી

Bondada Engineering : બોન્ડાડા એન્જિનિયરિંગનો આઈપીઓ 6 મહિના પહેલા 75 રૂપિયા પર આવ્યો હતો. કંપનીના શેર 5 એપ્રિલ 2024ના 1005 રૂપિયા પર પહોંચી ગયા છે. ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે કંપનીના શેર 1240 ટકા વધી ગયા છે. આ શેર તમને મોટો ફાયદો કરાવી શકે છે.

6 મહિના પહેલાં 75 રૂપિયા પર આવ્યો હતો IPO, હવે 1000 રૂપિયાને પાર શેર, 1240% ની તોફાની તેજી

નવી દિલ્હીઃ બોન્ડાડા એન્જિનિયરિંગના શેરમાં ગજબની તેજી જોવા મળી રહી છે. કંપનીના શેર શુક્રવારે 5 ટકાની અપર સર્કિટની સાથે 1005 રૂપિયા પર પહોંચી ગયા છે. બોન્ડાડા એન્જિનિયરિંગના સ્ટોકે શુક્રવારે 52 સપ્તાહનો નવો હાઈ પણ બનાવ્યો છે. કંપનીના સ્ટોકે છ મહિનામાં રોકાણકારોને માલામાલ કરી દીધા છે. બોન્ડાડા એન્જિનિયરિંગનો આઈપીઓ 6 મહિના પહેલા આવ્યો હતો અને કંપનીના સ્ટોકે 1200 ટકાથી વધુનું દમદાર રિટર્ન આપ્યું છે.

75 રૂપિયા પર આવ્યો IPO,હવે 1005 રૂપિયા પર પહોંચ્યો શેર
બોન્ડાડા એન્જિનિયરિંગ (Bondada Engineering)નો આઈપીઓ 18 ઓગસ્ટ 2023ના ખુલ્યો હતો અને તે 22 ઓગસ્ટ સુધી ઓપન રહ્યો હતો. આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ 75 રૂપિયા હતો. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 30 ઓગસ્ટ 2023ના 142.50 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. 75 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝ મુકાબલે બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 1240 ટકા વધી ગયા છે.

શેરમાં 141 ટકાની શાનદાર તેજી

કંપનીના શેરનો 52 સપ્તાહનું લો લેવલ 142.50 રૂપિયા છે. આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેરમાં 141 ટકાની શાનદાર તેજી આવી છે. કંપનીના શેર વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી 2024ના 417.10 રૂપિયા પર હતા, જે હવે 1000 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

IPO પર લાગ્યો હતો 112 ગણો દાવ
બોન્ડાડા એન્જિનિયરિંગ (Bondada Engineering)નો આઈપીઓ ટોટલ 112.28 ગણો સબ્સક્રાઇબ થયો હતો. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો કોટા 100.25 ગણો સબ્સક્રાઇબ થયો હતો. તો અધર્સ કેટેગરીમાં 115.46 ગણો દાવ લાગ્યો હતો. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ 1 લોટ માટે દાવ લગાવી શકતા હતા. આઈપીઓના એક લોટમાં 1600 શેર હતા. એટલે કે રિટેલ ઈન્વેસ્ટરે 120000 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news