ITR Filing Update: ઇન્કમ ટેક્સ રિટર્નના નિયમોમાં મોટો ફેરફાર! જાણો નાણા મંત્રાલયનો આ આદેશ

Income Tax Return: ઇન્કમ ટેક્સ ભરવાની છેલ્લી તારીક નજીક છે. જો તમે પણ ટેક્સ ભરો છો તો આ સમાચાર ખુબ જ જરૂરી છે. નાણા મંત્રાલયે ટેક્સ ભરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. જાણી લો નહીં તો થઈ શકે છે મોટું નુકસાન.

ITR Filing Update: ઇન્કમ ટેક્સ રિટર્નના નિયમોમાં મોટો ફેરફાર! જાણો નાણા મંત્રાલયનો આ આદેશ

Income Tax Return AY 2022-23: જો તમે અત્યાર સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું નથી તો તાત્કાલીક ભરી દો. અત્યાર સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની લાસ્ટ ડેટ 31 જુલાઈ છે. જોકે, સોશિયલ મીડિયાથી લઇને તમામ જગ્યાઓ પર તારીખને આગળ વધારવાની માંગ ઉઠી રહી છે પરંતુ સરકારે તેની છેલ્લી તારીખ આગળ વધારવાનો ઇન્કાર કર્યો છે. એટલે કે હવે તમારે ગમે તેમ કરીને 31 જુલાઈ પહેલા ઇન્કમ ટેક્સ ફાઈલ કરવું પડશે.

જો તમે પણ ટેક્સ પેયર છો તો તમારા માટે આ સમાચાર ખુબ જ જરૂરી છે. સરકારે ટેક્સ રિટર્ન ભરવાના નિયમમાં ફરેફરા કર્યો છે. નાણા મંત્રાલયે વધારે લોકોને ટેક્સ બ્રેક્ટમાં લાવવા માટે ઇનકમ ટેક્સ ફાયલિંગનો વ્યાપ વધાર્યો છે.

નાણા મંત્રાલયે જાહેર કર્યા આદેશ
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા નાણા મંત્રાલયે એક નોટિસ જાહેર કરી જાણકારી આપી હતી. આ નોટિફિકેશન અનુસાર, હવે અલગ અલગ ઇન્કમ ગ્રુપ અને આવકવાળા લોકોને પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે. નવા નિયમ હેઠળ હવે વધુમાં વધુ લોકોને ટેક્સના વ્યાપમાં લાવવામાં આવી શકે છે. આ નવા નિયમ 21 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યા છે.

જોણો શું કહે છે નવા નિયમ?
નવા નિયમ અનુસાર, જો કોઈ વેપારમાં વેચાણ, ટર્નઓવર અથવા ઇન્કમ 60 લાખથી વધુ છે તો કારોબારીને રિટર્ન ફાઈલ કરવું પડશે. જો કોઈ નોકરીયાત વ્યક્તિની આવક વર્ષના 10 લાખ રૂપિયાથી વધારે છે તો તેમણે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે. TDS અને TCS ની રકમ એકવર્ષમાં જો 25,000 રૂપિયાતી વધારે છે ત્યારે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે. તમને જણાવી દઈએ કે, 60 વર્ષથી વધુ ઉંમરના ટેક્સપેયર્સ માટે TDS+TCS ની લિમિટ 50,000 રૂપિયા રાખવામાં આવી છે.

બેંક ડિપોઝિટ પર પણ લાગશે ITR
નવા નોટિફિકેશન અનુસાર, બેંક સેવિંગ્સ એકાઉન્ટમાં જમા રકમ 1 વર્ષમાં 50 લાખ અથવા તેનીથી વધારે છે, તો આવા ડિપોઝિટર્સને પણ તેમનું ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે. 21 એપ્રિલથી નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. સરકારનું માનવું છે કે નવા ફેરફારથી ઇન્કમ ટેક્સ ફાયલિંગનો વ્યાપ વશે અને વધુમાં વધુ લોકો ટેક્સ નેટમાં લાવવામાં આવી શકાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news