IPO: 3 એપ્રિલે ખુલશે Avalon Technologies નો આઈપીઓ, રોકાણ કરતા પહેલાં જાણો જરૂરી વાતો

Avalon Technologies IPO: અગાઉ કંપનીને રૂ. 1,025 કરોડનો IPO લાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેનું કદ ઘટાડીને રૂ. 865 કરોડ કરવામાં આવ્યું છે. પબ્લિક ઈશ્યુ હેઠળ કંપની નવા શેર ઈશ્યુ કરીને રૂ. 320 કરોડ એકત્ર કરશે.

IPO: 3 એપ્રિલે ખુલશે Avalon Technologies નો આઈપીઓ, રોકાણ કરતા પહેલાં જાણો જરૂરી વાતો

નવી દિલ્હીઃ Avalon Technologies Rs 865 Crore IPO to Kick Off on April 3: ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ આપનારી કંપની એવલોન ટેક્નોલોજીસ (Avalon Technologies)નો 865 કરોડ રૂપિયાનો આઈપીઓ 3 એપ્રિલે ખુલશે. કંપનીના આઈપીઓ સંબંધિત પ્રારંભિક દસ્તાવેજ પ્રમાણે એવલોન ટેક્નોલોજીનો ત્રણ દિવસીય આઈપીઓ 6 એપ્રિલે બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર્સ 31 માર્ચના બોલી લગાવી શકશે. 

OFS દ્વારા 545 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના
પહેલાં કંપનીનો 1025 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાનો પ્રસ્તાવ હતો પરંતુ બાદમાં આઈપીઓની સાઇઝ ઘટાડી 865 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. ઈનીશિયલ પબ્લિક ઓફરિંગ હેઠળ કંપની ઇક્વિટી શેયર્સના ફ્રેશ ઈશ્યૂથી 320 કરોડ રૂપિયા અને પ્રમોટર્સ તથા વર્તમાન શેરધારકો દ્વારા શેયર્સના ઓફર ફોર સેલ (OFS)માધ્યમથી 545 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી રહી છે. 

ગ્રે માર્કેટમાં કંપનીની શું છે સ્થિતિ?
ગ્રે માર્કેટ પર નજર રાખનાર એક્સપર્ટ અનુસાર એવલોન ટેક્નોલોજીનું પ્રદર્શન સારૂ છે. કંપની ગ્રે માર્કેટમાં 22 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહી છે. જે આ આઈપીઓને સબ્સક્રાઇબ કરનારા રોકાણકારો માટે સારો સંકેત માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે કંપનીના શેર બીએસઈ અને એનએસઈ પર 18 એપ્રિલે લિસ્ટ થઈ શકે છે. 

વર્ષ 1999 માં સ્થપાયેલ, એવલોન અન્ય કંપનીઓને ઇલેક્ટ્રોનિક ઉત્પાદન સેવાઓ પ્રદાન કરવા માટે કામ કરે છે. અમેરિકા અને ભારતમાં તેના 12 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. FY22 માટે તેની કામગીરીમાંથી આવક રૂ. 840 કરોડ હતી, જેમાં 30 જૂન, 2022 સુધીમાં રૂ. 1,039 કરોડની ઓર્ડર બુક હતી.

Avalon એક એન્ડ-ટૂ-એન્ડ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સોલ્યૂશન પ્રોવાઇડર છે અને 
Kyosan India, Zonar Systems Inc, Collins Aerospace, e-Infochips, The US Malabar Company, Meggitt (Securaplane Technologies Inc) and Systech Corporation તેના મુખ્ય ક્લાયન્ટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news