1 રૂપિયા પર પહોંચી ગયો હતો અનિલ અંબાણીની કંપનીનો આ શેર, 2300% ની આવી તોફાની તેજી

રિલાયન્સ પાવરના શેર તૂટી 1.13 રૂપિયા પર પહોંચી ગયા હતા, જે હવે 27 રૂપિયાને પાર થઈ ગયા છે. કંપનીના શેર છેલ્લા 4 વર્ષમાં 2325 ટકા ઉપર ચઢ્યા છે. તો છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 115 ટકાની શાનદાર તેજી જોવા મળી છે. 

1 રૂપિયા પર પહોંચી ગયો હતો અનિલ અંબાણીની કંપનીનો આ શેર, 2300% ની આવી તોફાની તેજી

નવી દિલ્હીઃ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના સ્ટોકે જોરદાર વાપસી કરી છે. રિલાયન્સ પાવરનો આઈપીઓ 450 રૂપિયા પર આવ્યો હતો. ખરાબ સમયમાં રિલાયન્સ પાવરનો શેર તૂટીને 1 રૂપિયા પર પહોંચી ગયો હતો. કંપનીના શેરમાં તેજી પરત ફરી છે. રિલાયન્સ પાવરનો શેર છેલ્લા ચાર વર્ષમાં 2300 ટકા વધી ગયો છે. રિલાયન્સ પાવર સંપૂર્ણ રીતે દેવા મુક્ત થવા તરફ છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે રિલાયન્સ પાવરે  ICICI બેન્ક, એક્સિસ બેન્ક અને DBS બેન્કની લોનની ચુકવણી કરી દીધી છે.

4 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવ્યા 24 લાખ રૂપિયા
રિલાયન્સ પાવર (Reliance Power)ના શેરમાં છેલ્લા 4 વર્ષમાં તોફાની તેજી આવી છે. કંપનીના શેર 27 માર્ચ 2020ના 1.13 રૂપિયા પર પહોંચી ગયા હતા. રિલાયન્સ પાવરના શેર 12 એપ્રિલ 2024ના 27.41 રૂપિયા પર બંધ થયા છે. છેલ્લા ચાર વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 2325 ટકાની તેજી આવી છે. જો કોઈ ઈન્વેસ્ટરે 27 માર્ચ 2020ના રિલાયન્સ પાવરના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યૂ 24.25 લાખ રૂપિયા હોત.

3 વર્ષમાં કંપનીના શેરમાં  475% ની તેજી
રિલાયન્સ પાવરના શેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 475 ટકાની જોરદાર તેજી જોપવા મળી છે. કંપનીના શેર 9 એપ્રિલ 2021ના 4.77 રૂપિયા પર હતા. રિલાયન્સ પાવરના શેર 12 એપ્રિલ 2024ના 27.41 રૂપિયા પર પહોંચી ગયા છે. તો છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 115 ટકાની શાનદાર તેજી જોવા મળી છે. કંપનીના સ્ટોકે એક વર્ષમાં ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી દીધા છે. કંપનીના શેર 13 એપ્રિલ 2023ના 12.79 રૂપિયા પર હતા, જે 12 એપ્રિલ 2024ના 27 રૂપિયા પર બંધ થયા છે. કંપનીના શેરનો 52 સપ્તાહનો હાઈ 34.35 રૂપિયા છે. તો રિલાયન્સ પાવરના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 11.06 રૂપિયા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news