Aadhaar Card માં એડ્રેસ ચેન્જ કરવાના બદલાયા નિયમો, જલદી જાણી લો આ નવી રીત

શું તમે પણ પોતાના આધાર કાર્ડમાં સરનામું બદલાવવા માગો છો અને તમારી પાસે કોઈ પ્રૂફ નથી? પહેલાં આ આ સ્થિતિને ધ્યાને રાખીને UIDAI તરફથી નવા નિયમોમાં થોડી છુટછાટ આપવામાં આવી  હતી. પરંતુ હવે તેમાં ફરી મોટા ફેરફાર થયા છે. UIDAIએ એક ટ્વીટ કરીને કહ્યું કે, હવે વગર એડ્રેસ પ્રૂફના આધારમાં સરનામું બદલાવવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે.

Aadhaar Card માં એડ્રેસ ચેન્જ કરવાના બદલાયા નિયમો, જલદી જાણી લો આ નવી રીત

નવી દિલ્લીઃ શું તમે પણ પોતાના આધાર કાર્ડમાં સરનામું બદલાવવા માગો છો અને તમારી પાસે કોઈ પ્રૂફ નથી? પહેલાં આ આ સ્થિતિને ધ્યાને રાખીને UIDAI તરફથી નવા નિયમોમાં થોડી છુટછાટ આપવામાં આવી  હતી. પરંતુ હવે તેમાં ફરી મોટા ફેરફાર થયા છે. UIDAIએ એક ટ્વીટ કરીને કહ્યું કે, હવે વગર એડ્રેસ પ્રૂફના આધારમાં સરનામું બદલાવવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. UIDAIએ આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે બદલેલા નિયમ મુજબ હવે, જો તમારે સરનામું બદલવું હશે તો પહેલાં નક્કી કરાયેલા 32 એડ્રેસ પ્રૂફ ડૉક્યૂમેન્ટમાંથી કોઈને બતાવવું પડશે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે તમે તમારું સરનામું આધાર કાર્ડમાં બદલી શકો છો. 

સરનામું બદલવાની રીતઃ
આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે, કેવી રીતે આપણે હવેથી આધાર કાર્ડમાં એડ્રેસ બદલવાનું છે.

1. સૌથી પહેલાં તમે ssup.uidai.gov.in/ssup/ પર લોગ ઈન કરો.

2. જેમાં 'Proceed To Update Aadhaar' પર જઈને ક્લિક કરો.

3. જેમાં પોતાના આધાર કાર્ડમાં રહેલો 12 અંકનો UID નંબર લખો.

4. આટલું કર્યા પછી તમે Captcha Code ધ્યાનથી લખો. 

5. તે બાદ 'Send OTP' પર ક્લિક કરો. 

6. આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP નંબર આવશે. 

7. OTPને ધ્યાનથી અપડેટ કરો. 

8. જે બાદ Log In પર ક્લિક કરો. 

9. પોતાના આધાર કાર્ડ સાથે જોડાયેલી જાણકારીને અપડેટ કરો. 

10. પહેલાથી નક્કી 32 ડૉક્યૂમેન્ટ્સમાંથી કોઈ એક એડ્રેસ પ્રૂફને સિલેક્ટ કરો. આટલી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારા આધાર કાર્ડમાંથી સરનામું બદલાઈ જશે. 

આટલી પ્રોસેસ કર્યા પછી તમારા આધાર કાર્ડમાંથી સરળતાથી તમે સરનામું બદલી શકશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news