BJP ની જન આશીર્વાદ યાત્રા ભરૂચ પહોંચી, કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશનું ભવ્ય સ્વાગત કરાયું


ભાજપની જન આશીર્વાદ યાત્રા ભરૂચ પહોંચી હતી. અહીં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
 

BJP ની જન આશીર્વાદ યાત્રા ભરૂચ પહોંચી, કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશનું ભવ્ય સ્વાગત કરાયું

ભરત ચુડાસમા, ભરૂચઃ કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થયેલા ભાજપના નવા મંત્રીઓ જન આશીર્વાદ યાત્રા પર નિકળ્યા છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશ ભાજપની જન આશીર્વાદ યાત્રા સાથે ભરૂચ પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રેલ અને ટેક્સટાઈલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનું સ્વાગત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ દુષ્યંતભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ મારીતિસિંહ અટોદરિયા દ્વારા પાલેજ નેશનલ હાઇવે 48 ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. 

પાલેજ ઓવર બ્રિજ નીચે દર્શનાબેન જરદોશની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને કાર્યકરો,  ભરૂચ જિલ્લાના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ હાજરી આપી હતી. ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રાનું ફટાકડા ફોડી ઢોલ-નગારા સાથે અને ફુલહાર વરસાવી કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી દર્શના બેનનું સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે પાલેજ જિલ્લા પંચાયતના સભ્ય સલીમ ખાં ઉર્ફે મલંગ ખાન પઠાણ, તાલુકા મંત્રી સાલેહ બાદશાહ, પાલેજ તાલુકા પંચાયતના સભ્ય સલમાબેન પઠાણ, ભરૂચ લઘુમતી સેલના ઉપપ્રમુખ ગુલામભાઈ નાથા, અનસૂયાબેન વસાવા, સહેજાદ જોલી, ઈરફાન બોબી દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખભાઇ વસાવા, વાગરના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચના દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી ફતેસંગભાઈ ગોહિલ, મહામંત્રી વિનોદભાઈ પટેલ, મંત્રી નિશાંતભાઈ મોદી, ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમાએ હાજરી આપી.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news