Aadhaar Card ની હવે આ કામ માટે જરૂર નહીં, સરકારની મોટી જાહેરાત
સરકારે સારા પ્રશાસન સંચાલન (સામાજિક કલ્યાણ, ઇનોવેશન, જ્ઞાન) રેગુલેશન 2020 હેઠળ પોતાની તત્કાલ સમાધાન વાળી એપ સંદેશ અને જાહેર ઓફિસોમાં હાજરી લગાવવા માટે આધાર ઓર્થેન્ટિકેશનને ઓપ્શનલ કરી દેવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ સરકારે પેન્શન લેનારા વૃદ્ધો માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર (Digital Life Certificate) મેળવવાના સંબંધમાં નવા નિયમ જાહેર કર્યા છે. આ હેઠળ હવે પેન્શનરોએ ડિજિટલ જીવન પ્રમાણ પત્ર લેવા માટે આધાર કાર્ડ (Aadhaar Card) ને વૈકલ્પિક બનાવી દેવામાં આવ્યું છે.
સરકારે સારા પ્રશાસન સંચાલન (સામાજિક કલ્યાણ, ઇનોવેશન, જ્ઞાન) રેગુલેશન 2020 હેઠળ પોતાની તત્કાલ સમાધાન વાળી એપ સંદેશ અને જાહેર ઓફિસોમાં હાજરી લગાવવા માટે આધાર ઓર્થેન્ટિકેશનને ઓપ્શનલ કરી દેવામાં આવ્યું છે.
NIC ને આપ્યો આદેશ
ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા જારી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે જીવન પ્રમાણ માટે આધારની ઓર્થેન્ટિસિટી ઓપ્શનલ હશે અને તેનો ઉપયોગ કરનાર સંગઠનોને જીવન પ્રમાણપત્ર આપવા માટે વૈકલ્પિક રીતે શોધવી જોઈએ. આ મામલામાં રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર (NIC) ને આધાર કાયદો 2016, આધાર રેગુલેશન 2016, ઓફિસ મેમોરેન્ડમ અને UIDAI દ્વારા સમય-સમય પર જારી સર્કુલર અને દિશાનિર્દેશોનું અનુપાલન કરવું પડશે.
પેન્શનરોને આ રીતે મળશે રાહત
પેન્શનરો માટે જીવન પ્રમાણ પત્રની શરૂઆત ત્યારે થી જ્યારે ઘણા વૃદ્ધોને પેન્શન લેવા માટે પોતાના જીવિત હોવાના પૂરાવા માટે લાંબી યાત્રા કરી પેન્શન આપનારી એજન્સીની સામે ઉપસ્થિત થવું પડતું હતું. અથવા તે જ્યાં નોકરી કરતા હતા ત્યાંથી જીવન પ્રમાણપત્ર લાવવાનું હતું અને તેને પેન્શન આપનારી એજન્સી પાસે જમા કરાવવું પડતું હતું. ડિજિટલ રીતે જીવન પ્રમાણપત્ર જારી કરવાની સુવિધા મળ્યા બાદ પેન્શનરોને ખુદ લાંબી યાત્રા કરી સંબંધિત એજન્સી સમક્ષ હાજર થવામાંથી છૂટકારો મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે