લિસ્ટિંગ પહેલા આ IPO એ રચ્યો ઈતિહાસ, પ્રથમ દિવસે ઈન્વેસ્ટરોના પૈસા થશે ડબલ, 140% સુધી પ્રોફીટ
ગ્રે માર્કેટમાં કંપનીના શેર 140 રૂપિયાની ઓફર પ્રાઇઝના મુકાબલે 195 રૂપિયાના પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યાં છે. એટલે કે કંપનીના શેર 335 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.
Trending Photos
Accent Microcell IPO: એક્સેન્ટ માઇક્રોસેલના એસએમઈ આઈપીઓને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ આઈપીઓ ત્રણ દિવસમાં 362 ગણો સબ્સક્રાઇબ કરવામાં આવ્યો છે. આ આઈપીઓમાં 18000 કરોડ રૂપિયાથી વધુની બોલી લગાવવામાં આવી, જે કોઈપણ એસએમઈ કંપની માટે સૌથી વધુ છે. આ પહેલા આ રેકોર્ડ ચેન્નઈ સ્થિત બેસિલિક ફ્લાઈ સ્ટૂડિયોના નામો હતો. તે ઈશ્યૂમાં 14 હજાર કરોડ રૂપિયાથી વધુની બોલી લાગી હતી.
ગ્રે માર્કેટમાં શું ચાલી રહ્યો છે ભાવ?
ગ્રે માર્કેટમાં કંપનીના શેર 140 રૂપિયાની ઓફર પ્રાઇઝના મુકાબલે 195 રૂપિયાના પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યાં છે. એટલે કે કંપનીના શેર 335 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. તેનો મતલબ છે કે પહેલા જ દિવસે ઈન્વેસ્ટરોને 140 ટકા સુધીનો નફો થઈ શકે છે. આઈપીઓ માટે શેર ફાળવણીને આજે ફાઈનલ રૂપ આપવામાં આવ્યું. કંપનીના શેરનું લિસ્ટિંડ 15 ડિસેમ્બરે થઈ શકે છે.
શું છે ડિટેલ?
એક્સેન્ટ માઇક્રોસેલ આઈપીઓ શુક્રવાર 8 ડિસેમ્બરે ઓપન થયો હતો અને 12 ડિસેમ્બરે બંધ થયો હતો. એક્સેન્ટ માઇક્રોસેલ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 133 રૂપિયાથી 140 રૂપિયા વચ્ચે નક્કી કરવામાં આવી હતી. એક્સેન્ટ માઇક્રોસેલ આઈપીઓ લોટ સાઈઝ 1000 શેરની હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે