500 રૂપિયાની જૂની નોટ હોય તો તમે બની શકો છો માલામાલ, જાણો શું છે શરત
500 રૂપિયાની જૂની નોટ આપી તમે 10 હજારની કમાણી કરી શકો છો. પરંતુ આ માટે તમારે એક શરત પૂરી કરવી પડશે. જાણો શું છે આ શરત અને કોણ આપશે તમને પૈસા...
Trending Photos
નવી દિલ્હીઃ ઓછા સમય અને મહેનત વગર હજારો રૂપિયા કમાવા ઈચ્છો છો? તો આ સમાચાર તમારા માટે છે. પરંતુ તે માટે તમારી પાસે 500 રૂપિયાની જૂની અને બેકાર નોટ (500 Rupee Note) હોવી જરૂરી છે. કારણ કે આ નોટ તમને હજારો રૂપિયાની કમાણી કરી આપી શકે છે. આવો જાણીએ...
અમીર બનાવી દેશે 500 રૂપિયાની જૂની નોટ
વાંચવામાં થોડુ અજીબ લાગી રહ્યું હશે અને તમે વિચારી રહ્યાં હશો કે 500 રૂપિયાની જૂની નોટ કેમ અમીર બનાવી શકે. તે પણ ત્યારે જ્યારે આ નોટ વર્તમાનમાં ચલણમાં પણ નથી. પરંતુ આ સત્ય છે. તમારી તે જૂની અને બેકાર નોટ કોરોના કાળમાં પણ ઘર બેસી ફાયદો પહોંચાડી શકે છે.
હકીકતમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) જ્યારે નોટ છપાવવા ઈચ્છે છે તો તેને ખુબ સાવધાનીથી પ્રિન્ટ કરવામાં આવે છે. તેની એક પેટર્ન ફિક્સ્ડ છે અને તે પ્રમાણે નોટોનું છાપકામ થાય છે. તેથી દરેક નોટ દેખાવમાં એક સમાન હોય છે. પરંતુ જો આરબીઆઈથી છાપકામ દરમિયાન કોઈ ભૂલ થઈ જાય અને તે માર્કેટમાં આવી જાય, ત્યારે તે નોટ ખાસ બની જાય છે. આ નોટને લોકો વધારે કિંમત આપી ખરીદવા માટે તૈયાર હોય છે.
500ના બદલે મળશે 5-10 હજાર રૂપિયા
જો તમારી પાસે 500ની જૂની નોટ હોય તો ચેક કરો ક્યાંક તેના સીરિયલ નંબરનું છાપકામ બે વાર તો થયું નથીને? જો તેમ હોય તો તમને એક નોટના બદલામાં 5 હજાર રૂપિયા મળી શકે છે. આ સિવાય તમારી પાસે રહેલી 500 રૂપિયાની નોટનો એક કિનારો મોટો છે એટલે કે તેના પર એક્સ્ટ્રા પેપર રહી ગયું છે તો તેના બદલે તમને 10000 રૂપિયા મળી શકે છે.
MAHINDRA THAR પાછળ કેમ થયા લોકો દિવાના? જાણો કયા કારણસર સતત વધી રહ્યું છે THARનું વેચાણ
આ સાઇટ પર કરવું પડશે રજીસ્ટ્રેશન
નોટ વેચવા માટે તમારે ઘર બેઠા ઓનલાઇન વેબસાઇટ oldindiancoins.com પર જવું પડશે. આ નોટનો ફોટો પાડી સેલર તરીકે રજીસ્ટર કરી લો અને ઓન સેલનો ટેગ લગાવી દો. ત્યારબાદ લોકો બોલી લગાવસે, જે યૂઝર સૌથી વધુ બોલી લગાવે તેને તમે નોટ વેચી માલામાલ બની શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે