વડોદરાની સરકારી શાળામાં 100 ટકા ફાયર સેફ્ટીની સુવિધા કરવામાં આવી: ધર્મેન્દ્રસિંહ ચુડાસમા
ફાયર સેફ્ટીને લઈ રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરી રહી છે. ત્યારે વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે
Trending Photos
રવિ અગ્રવાલ/ વડોદરા: ફાયર સેફ્ટીને લઈ રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરી રહી છે. ત્યારે વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે સાથે જ ફાયર વિભાગ પાસેથી એન ઓ સી પણ મેળવી લેવામાં આવી છે.
વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની તમામ 119 સ્કૂલોમાં શિક્ષણ સમિતિના હોદ્દેદાર અને અધિકારીઓએ મળી માત્ર 4 માસમાં જ ફાયર સેફ્ટીના સાધનો લગાવી દીધા છે. સરકારની સુચના બાદ શિક્ષણ સમિતિએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બનાવી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ફાયર સેફ્ટીના સાધનો લગાવ્યા છે.
ખાનગી સ્કૂલો ફાયર સેફ્ટીની સુવિધા ઊભી નથી કરી રહી, ત્યારે સરકારી સ્કૂલોમાં ફાયર સેફ્ટીના સાધનો લાગી ગયા, સાથે જ ફાયર વિભાગ પાસેથી ફાયર એનઓસી પણ મેળવી લેવામાં આવી છે. સ્કૂલોમાં સ્મોક ડિરેક્ટર મશીન, ફાયર બોલ, એક્સટીંગ્યુસર બોટલ સહિતના સાધનો લગાવવામાં આવ્યા છે.
શિક્ષણ સમિતિના શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા કહે છે કે સમગ્ર દેશમાં મહાનગરપાલિકા વિસ્તારમાં 100 ટકા સરકારી શાળામાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવામાં આવી હોય તેવું વડોદરા કોર્પોરેશન એકમાત્ર છે. જ્યારે શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય અને કોંગ્રેસ નેતા નરેન્દ્ર જયસ્વાલ સમગ્ર કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે. નરેન્દ્ર જયસ્વાલનો આરોપ છે કે જે કામ 1.50 કરોડની અંદર પૂરું થઈ જાય તેવું છે, જેના માટે સમિતિએ 1.90 કરોડનો ખર્ચ કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે