ખેડૂતો માટે આનંદના સમાચાર, આર્થિક મોરચે અન્નદાતાઓને થશે જબરદસ્ત ફાયદો
Credit Guarantee Fund: કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા માટે અને તેમની આર્થિક સ્થિતિ સારી કરવા માટે સતત કોશિશ કરી રહી છે. સરકાર તરફથી પીએમ કિસાન નિધિ, પીએમ પાક વીમા યોજના સહિત એવી અનેક યોજનાઓ ખેડૂતો માટે ચલાવવામાં આવે છે.
Trending Photos
Credit Guarantee Fund: કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા માટે અને તેમની આર્થિક સ્થિતિ સારી કરવા માટે સતત કોશિશ કરી રહી છે. સરકાર તરફથી પીએમ કિસાન નિધિ, પીએમ પાક વીમા યોજના સહિત એવી અનેક યોજનાઓ ખેડૂતો માટે ચલાવવામાં આવે છે. જેનાથી ખેડૂતોને આર્થિક રીતે મજબૂતી મળી છે. પીએમ કિસાન નિધિ હેઠળ મળનારા 18મા હપ્તોની દેશના કરોડો ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. હવે સરકાર તરફથી જાહેરાત કરાઈ છે કે જલદી 1000 કરોડ રૂપિયાની લોન ગેરંટી ફંડ શરૂ કરાશે.
લોન આપનારા લોકોના રિસ્કને ધ્યાનમાં રખાશે
ગેરંટી ફંડ રજિસ્ટર્ડ વેરહાઉસનો ઉપયોગ કરતા ખેડૂતો અને વેપારીઓને e-NWR સામે નાણાં પૂરા પાડવામાં બેંકોનો વિશ્વાસ વધારવામાં મદદ કરશે. કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ કહ્યું કે 1000 કરોડ રૂપિયાનું આ ફંડ લોન આપનારા લોકોના પ્રત્યાશિત લોન રિસ્કનું પણ ધ્યાન રાખશે. ચોપડાએ નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પહેલા 100 દિવસની ઉપલબ્ધિઓ અંગે જાણકારી આપતા કહ્યું કે હાલમાં જ એક લોન ગેરંટી યોજનાને મંજૂરી મળી છે અને તેને જલદી શરૂ કરાશે.
સરળતાથી મળશે લોન
તેમણે કહ્યું કે તેમણે કહ્યું કે સરકારના પ્રયાસો છતાં ઈલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ (e-NWR) સામે ધિરાણનું કામ સંતોષકારક સ્તરે પહોંચી રહ્યું નથી. હાલમાં જ ખેડૂત ઉપજ નિધિ પોર્ટલની શરૂઆત છતાં આવું જોવા મળ્યું. ખેડૂત ઉપજ નિધિ એક સરકારી પહેલ છે જેનો હેતુ નાણાકીય મદદ આપીને ખેડૂતોને સપોર્ટ કરવો અને સરળતાથી લોન સુધી પહોંચ આપવાનો છે.
આ ઉપરાંત ખાદ્ય સચિવે એમ પણ કહ્યું કે નાણાકીય વર્ષ 2023-24માં કુલ 13 લાખ કરોડ રૂપિયાની લોનમાંથી લણણી પછીનું ધિરાણ માત્ર 3,962 કરોડ રૂપિયા હતું. નવા લોન ગેરંટી ફંડનો હેતુ લોનના જોખમની કાળજી લેવાનો અને e-NWRના વાયદા સામે લીધેલી લોનને હાલના સ્તરથી વધારીને આગામી 10 વર્ષમાં 1,05,000 કરોડ રૂપિયા કરવાનો છે.
ક્યારે આવશે આગામી હપ્તો
પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં જલદી આવવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. યોજનાનો આગામી હપ્તો ખેડૂતોના ખાતામાં ઓક્ટોબરના મહિનામાં ડીબીટી દ્વારા મોકલવામાં આવે તેવી અપેક્ષા છે. સરકારની ચર્ચિત યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને દર ચાર મહિને 2000 રૂપિયા અપાય છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે