Covid New Strain: કોરોનાનું નવું સ્વરૂપ આ ઉંમરના લોકોને ભરડામાં લઈ રહ્યો છે, બની શકે ઘાતક, ખાસ રહેજો સાવધાન
કોરોના વાયરસ (Corona Virus) નો નવો પ્રકાર (Corona New Strain) મળી આવતા આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે. અનેક દેશોએ તેના પગલે ફરીથી લોકડાઉન (Lockdown) લાગુ કર્યું છે તો ઘણા દેશોએ બ્રિટનથી મુસાફરોની અવરજવર પર રોક લગાવી છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) નો નવો પ્રકાર (Corona New Strain) મળી આવતા આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે. અનેક દેશોએ તેના પગલે ફરીથી લોકડાઉન (Lockdown) લાગુ કર્યું છે તો ઘણા દેશોએ બ્રિટનથી મુસાફરોની અવરજવર પર રોક લગાવી છે. આ બધા વચ્ચે વિશેષજ્ઞોએ એવો પણ દાવો કર્યો છે કે કોરોનાનો આ નવો અવતાર યુવાઓ (Young Age Group) માટે વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે.
યુવાઓ પર વધુ અસરકારક SARS-CoV-2
યુરોપિયન સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલના જણાવ્યાં મુજબ કોરોનાનો આ નવો પ્રકાર યુવાઓ માટે વધુ ખતરનાક બની શકે છે. અત્યાર સુધી એવું જોવા મળ્યું કે કોરોના 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વધુ નુકસાન પહોંચાડે છે. પરંતુ કોરોનાના આ નવા સ્ટ્રેનથી સંક્રમણનું જોખમ યુવાઓને સૌથી વધુ છે.
નવા વેરિએન્ટના એન્ટીડોટ પર કરાયો અભ્યાસ
સાઉથ આફ્રિકા(South Africa) માં કોરોનાના નવા સ્ટ્રેન(SARS-CoV-2)ના 200 નવા કેસ સામે આવ્યા છે. સાઉથ આફ્રિકાના સ્વાસ્થ્ય મંત્રી જ્વેલી મખિજે (Zweli Mkhize)ના જણાવ્યા મુજબ કોરોનાનનો નવો સ્ટ્રેનના કેસ યુવાઓમાં વધુ જોવા મળી રહ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે ચિકિત્સકોએ કોરોનાના નવા વેરિએન્ટના એન્ટીડોટના અભ્યાસમાં જાણ્યું છે કે આ વાયરસ વધુ યુવાઓમાં જોવા મળી રહ્યો છે. આ એ લોકો છે જેમને પહેલેથી કોઈ મોટી બીમારી પણ નથી.
કોરોનાના નવા સ્ટ્રેન પર કેટલી અસરકારક છે રસી
દુનિયાના અનેક દેશોમાં કોરોનાની રસીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. પરંતુ હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે કોરોનાની રસી આ નવા 501.v2 વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક સાબિત થશે કે નહીં. University of Kwazulu-Natal ના પ્રોફેસર ટ્યૂલિયો ડે ઓલિવિએરા (Tulio de Oliviera)નું કહેવું છે કે હાલની રસીની કોરોનાના નવા સ્ટ્રેન પર અસર અંગે હજુ કઈ કહી શકાય નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે