Yoga In Space: ગજબ...ઝીરો ગ્રેવિટી પર મહિલા અંતરિક્ષયાત્રીએ અંતરિક્ષમાં કર્યા યોગાસન
ભારતથી શરૂ થયેલા યોગનો હવે સમગ્ર દુનિયામાં ડંકો વાગી રહ્યો છે. જ્યારથી વિશ્વ યોગ દિવસને માન્યતા અપાઈ ત્યારથી યોગની ખ્યાતિ ઘણી વધી ગઈ છે. સ્થિતિ એવી છે કે હવે અંતરિક્ષમાં પણ યોગ થવા લાગ્યો છે. હાલમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અંતરિક્ષ યાત્રીએ આ કમાલ કરી બતાવ્યો. એ પણ કરી દેખાડ્યું કે ઝીરો ગ્રેવિટી પર કેવી રીતે યોગ કરાય છે.
Trending Photos
ભારતથી શરૂ થયેલા યોગનો હવે સમગ્ર દુનિયામાં ડંકો વાગી રહ્યો છે. જ્યારથી વિશ્વ યોગ દિવસને માન્યતા અપાઈ ત્યારથી યોગની ખ્યાતિ ઘણી વધી ગઈ છે. સ્થિતિ એવી છે કે હવે અંતરિક્ષમાં પણ યોગ થવા લાગ્યો છે. હાલમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અંતરિક્ષ યાત્રીએ આ કમાલ કરી બતાવ્યો. એ પણ કરી દેખાડ્યું કે ઝીરો ગ્રેવિટી પર કેવી રીતે યોગ કરાય છે.
સામંથા ક્રિસ્ટોફોરેટીએ અંતરિક્ષમાં કરી યોગમુદ્રા
યુરોપીયન સ્પેસ એજન્સીના અંતરિક્ષ યાત્રી સામંથા ક્રિસ્ટોફોરેટીએ અંતરિક્ષમાં કેટલાક યોગાસન કર્યા. જેનો એક વીડિયો પણ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં આ અંતરિક્ષ યાત્રી શૂન્ય ગુરુત્વાકર્ષણમાં કેટલીક યોગ મુદ્રાઓ કરતા જોવા મળી રહ્યા છે. ઝીરો ગ્રેવિટી હોવા છતાં તેમણે અનેક આસનો ખાસ કરીને ગરુડાસન એટલે કે ઈગલ યોગ મુદ્રા કરી. પોતાના યોગ ટીચરની સૂચના પ્રમાણે તેમણે આ રીતે યોગાસન કર્યા.
Yoga in weightlessness? Done!
It’s a bit tricky, but with the right poses (thanks @CosmicKidsYoga!) and some creative freedom you can do it. Take a look! https://t.co/XXEOcFzg4L#MissionMinerva #CosmicKids https://t.co/H2hGPSAWmD
— Samantha Cristoforetti (@AstroSamantha) September 27, 2022
ઝીરો ગ્રેવિટીમાં ઈલાસ્ટિક બેન્ડ
વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે આ અંતરિક્ષ યાત્રીએ ઝીરો ગ્રેવિટીમાં ઈલાસ્ટિક બેન્ડ પહેર્યું છે. પહેલા તેઓ પોતાના શરીરને સંતુલિત કરતા એક ઈગલ પોઝ આપી રહ્યા છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે ઝીરો ગ્રેવિટીમાં યોગ થયો. આ થોડું રિસ્કી હતું પરંતુ યોગ્ય પોઝ સાથે અને કેટલીક ક્રિએટિવ આઝાદી સાથે તમે કરી શકો છો.
આ વીડિયો પર સોશિયલ મીડિયામાં યૂઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. યૂઝર્સે લખ્યું કે તેઓ યોગ અભ્યાસને નવી ઊંચાઈ પર લઈ ગયા છે. એક યૂઝરે કમેન્ટ કરી કે દરેક જગ્યા એક યોગ સ્થળ છે. એક અન્ય યૂઝરે લખ્યું કે આપણામાંથી કેટલાક માટે અહીં પૃથ્વી પર ઈગલ પોઝ કરવા માટે કઈક અભ્યાસ કરીશું. હાલ તો તેમનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે