Worlds Oldest Living Dog: આ છે દુનિયાનો સૌથી ઉંમરલાયક કૂતરો, જેણે જોઈ છે અનેક તડકી-છાંયડી

Worlds Oldest Living Dog: ત્યજી દેવાયેલી હાલતમાં મળેલા નાનકડા સ્પાઈકને તેના એટીટ્યુટને કારણે મોટું નામ મળ્યું. પ્રાણીઓનાં દરેક હુમલામાં બચીને તે વધુ મજબૂત બન્યું છે. રિટા કિમ્બાલે 'ટોમ એન્ડ જેરી' કાર્ટૂનના મોટા કદનાં અને આક્રમક શ્વાનના નામ પરથી પોતાના શ્વાનને સ્પાઈક નામ આપ્યું હતું. સ્પાઈક આમ તો મોટા કદના શ્વાનનું નામ હતું, તેમ છતા પોતાના શ્વાનને સ્પાઈક નામ અપાયું તેની પાછળનું કારણ આપતા રિટા કહે છે કે કદમાં નાનું હોવા છતા આ શ્વાનનો એટીટ્યુડ ઘણો મોટો હતો. 

Worlds Oldest Living Dog: આ છે દુનિયાનો સૌથી ઉંમરલાયક કૂતરો, જેણે જોઈ છે અનેક તડકી-છાંયડી

Guinness World Records: અમેરિકાનાં ઓહાયો રાજ્યનાં સ્પાઈક નામનાં શ્વાનને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડસમાં દુનિયાના સૌથી ઉંમરલાયક શ્વાન તરીકે સ્થાન અપાયું છે. તાજેતરમાં જ 23 વર્ષ પૂરા કરનાર સ્પાઈકનો જન્મ નવેમ્બર 1999માં થયો હતો. ચિહાઉહુઆ મિક્સ (Chihauhua mix) પ્રજાતિનાં સ્પાઈકને 7 ડિસેમ્બર, 2022નાં રોજ ગિનિસ વર્લ્ડ રેકોર્ડસે સર્ટિફિકેટ એનાયત કર્યું હતું. 

આ પણ ખાસ વાંચોઃ

સ્પાઈક ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યું હતું-
વર્લ્ડ રેકોર્ડ સર્જનાર સ્પાઈક તેના માલિક રિટા કિમ્બાલ પાસે છેલ્લા 14 વર્ષથી છે. 2009માં રિટાને આ શ્વાન ગ્રોસરી સ્ટોરનાં પાર્કિંગમાં ત્યજેલી હાલતમાં મળ્યું હતું. સ્પાઈકના શરીર પર ઘણી ઈજાઓ પણ હતી. 10 વર્ષનાં આ શ્વાનને રિટા પોતાના ઘરે લઈ આવ્યા હતા. 

આ પણ ખાસ વાંચોઃ

એટીટ્યુડને કારણે સ્પાઈક નામ મળ્યું-
રિટા કિમ્બાલે 'ટોમ એન્ડ જેરી' કાર્ટૂનના મોટા કદનાં અને આક્રમક શ્વાનના નામ પરથી પોતાના શ્વાનને સ્પાઈક નામ આપ્યું હતું. સ્પાઈક આમ તો મોટા કદના શ્વાનનું નામ હતું, તેમ છતા પોતાના શ્વાનને સ્પાઈક નામ અપાયું તેની પાછળનું કારણ આપતા રિટા કહે છે કે કદમાં નાનું હોવા છતા આ શ્વાનનો એટીટ્યુડ ઘણો મોટો હતો. ગિનિસ વર્લ્ડ રેકોર્ડસનું માનીએ તો 5.85 કિલોગ્રામ વજન ધરાવતા સ્પાઈક પર અન્ય પ્રાણીઓએ અનેક વખત હુમલા કર્યા હતા, જો કે દર વખતે હુમલામાં બચીને તે વધુ મજબૂત બન્યું. 

આ પણ ખાસ વાંચોઃ

ઉંમરલાયક હોવાતી સ્પાઈકની તકલીફ વધી-
સ્પાઈકની ઉંમર વધુ હોવાથી તેનું સ્વાસ્થ્ય બગડ્યું છે. તેની આંખોમાં લગભગ અંધાપા જેવી સ્થિતિ છે અને તે ઘણું ઓછું સાંભળી શકે છે. તેને જાણીતા લોકો સાથે જ સમય પસાર કરવાનું ગમે છે. તેમ છતા તેના માલિક સ્પાઈકને સેલિબ્રિટી માને છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું માનીએ તો અગાઉ સૌથી વધુ જીવનાર શ્વાન સંભવિત રીતે બ્લુઈ નામનો ઓસ્ટ્રેલિયન કેટલ ડોગ હતો, જેનું મૃત્યુ 1939માં 29 વર્ષ પાંચ દિવસની ઉંમરે થયું હતું.

આ પણ ખાસ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news