અહીં બનશે દુનિયાનું પહેલું પાણી પર તરતુ શહેર! પ્લાનિંગ જોશો તો તમારી અક્કલ કામ નહીં કરે

સાઉથ કોરિયાના બુસાન શહેરમાં પાણી પર તરતુ શહેર બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ વાત સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે. પરંતુ વાત સો ટકા સાચી છે. આ શહેર કોઈ અજુબાથી ઓછુ બિલકુલ પણ નહીં હોય. દુનિયાના પહેલા તરતા શહેરને પ્રોટોટાઈપ કરવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકો આ પ્રયોગ સંયુક્ત રાષ્ટ્રના સમર્થનથી તૈયાર કરી રહ્યા છે.
અહીં બનશે દુનિયાનું પહેલું પાણી પર તરતુ શહેર! પ્લાનિંગ જોશો તો તમારી અક્કલ કામ નહીં કરે

Oceanix Busan World’s First Floating City: સાઉથ કોરિયાના બુસાન શહેરમાં પાણી પર તરતુ શહેર બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ વાત સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે. પરંતુ વાત સો ટકા સાચી છે. આ શહેર કોઈ અજુબાથી ઓછુ બિલકુલ પણ નહીં હોય. દુનિયાના પહેલા તરતા શહેરને પ્રોટોટાઈપ કરવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકો આ પ્રયોગ સંયુક્ત રાષ્ટ્રના સમર્થનથી તૈયાર કરી રહ્યા છે.

No description available.

આ પ્રોજેક્ટની જાહેરાત ગત વર્ષે કરવામાં આવી હતી, જેનું નામ OCEANIX રાખવામાં આવ્યું હતુ. આ શહેરની ડિઝાઈન સામે આવેલી નવી તસ્વીરોમાં જોઈ શકાય છે. આ શહેર નાના નાના હિસ્સાઓમાં એકબીજા સાથે જોડીને 15.5 એકરનાં ક્ષેત્રફળમાં ફેલાયુ છે. આ અનોખા શહેરમાં 12 હજાર જેટલા લોકોને વસાવી શકાશે. એક અનુમાન મુજબ પાણીમાં તરતા આ શહેરને બનાવવા માટે 15 અરબ રૂપિયાનો ખર્ચ થશે. આ શહેરનું નિર્માણ 2025 સુધી પૂર્ણ થઈ જશે.

આ પ્રોજેક્ટનો હેતુ તટ વિસ્તારમાં રહેતા લોકોની મદદ કરવાનો છે. જેમનાં અસ્તિત્વ પર સમુદ્રના વધતા જળસ્તરના કારણે ખતરો મંડરાઈ રહ્યો છે. પ્રોજેક્ટ OCEANIX પર કામ કરી રહેલા નિષ્ણાતોનું કહેવુ છે કે, દુનિયાના દર 5માંથી 2 વ્યક્તિ સમુદ્ર તટથી 100 કિલોમીટરના એરિયામાં રહે છે. આવા લોકોને પૂર જેવી સ્થિતિમાં પોતાનું ઘર છોડવુ પડે છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા આવા લોકોને મદદ મળી રહેશે.

આ શહેરને સુંદર નીલા લૈગૂન પર વસાવવામાં આવ્યું છે. આ શહેરમાં અનેક પુલ હશે. શહેરને એકબીજાથી જોડતા અનેક પ્લેટફોર્મ સાંકળનું કામ કરશે. આ શહેરમાં રહેનાર લોકોની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે. અહીંની ઈમારતો પર હવાની વધુ અસર ન વર્તાય તે માટે ઈમારતોની ઊંચાઈ વધુ નહીં રાખવામાં આવે. અહીંના ઘરોમાં  સોલર ઉર્જાથી વીજળી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. ઈમારતોના નિર્માણ માટે ચૂના અને પત્થરની દિવાલ બનાવાશે જે કોંક્રીટ, સિમેન્ટ કરતા પણ વધુ મજબૂતી પૂરી પાડશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news