ટેટૂ કરાવીને કલર કરતા પહેલાં ચેતજો, નહીં તો સારી નોકરી પણ હાથમાંથી જશે
આ કિસ્સો છે અમેરિકાના કેલિફોર્નિયાનો. મહિલાને ટેટૂઝનો શોખ મોંઘો પડયો અને હોશિયાર હોવા છતાં, બધી લાયકાત હોવા છતાં પણ કંપનીએ નોકરી ન આપી. મળતી માહિતી મુજબ ગરદન અને ચહેરા પર ટેટૂઝની સાથે વીંધાયેલા ચહેરાના કારણે વિરોધનો સામનો કરવો પડયો હતો.
Trending Photos
નવી દિલ્લીઃ તમે જોયું હશે કે ઘણી કંપનીઓમાં ખુબ સ્ક્રીટ હોય છે. કેવા કપડા પહેરવા, તેનો ડ્રેસ કોડ હોય અથવા તો ઓફિસનું ડેકોરમ જળવાય તેવી પર્સનાલિટી અને તેવો અપિરિયન્સ તમારો હોવો જોઈએ. જો તમે આ બધી વાતનો ખ્યાલ ન રાખો તો સારી નોકરી પણ તમારા હાથમાંથી જાય. આવો જ એક કિસ્સો હમણાં સામે આવ્યો. જેમાં એક યુવતીએ ફેસ સહિત પોતાની બોડી પર એટલાં બધા ટેટૂઝ અને છૂંદણાં કરાવ્યાં હતાં કે ઈન્ટરવ્યૂમાં જ તેને જોઈને નોકરી આપવાની ના પાડી દેવામાં આવી.
ટેટૂના લીધે ના મળી નોકરીઃ
આ કિસ્સો છે અમેરિકાના કેલિફોર્નિયાનો. મહિલાને ટેટૂઝનો શોખ મોંઘો પડયો અને હોશિયાર હોવા છતાં, બધી લાયકાત હોવા છતાં પણ કંપનીએ નોકરી ન આપી. મળતી માહિતી મુજબ ગરદન અને ચહેરા પર ટેટૂઝની સાથે વીંધાયેલા ચહેરાના કારણે વિરોધનો સામનો કરવો પડયો હતો.
સ્ટાઈલ મારવી પડી ભારેઃ
ટેટૂઝને આજકાલ સ્ટાઈલ સ્ટેટમેન્ટ માનવામાં આવે છે. પરંતુ, અમેરિકાથી સામે આવેલા એક મામલામાં મહિલાને તેના કારણે નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. એક રિપોર્ટ મુજબ, એક મહિલાને ગરદન અને ચહેરા પર ટેટૂઝના કારણે ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચેઈન ટીકે મેક્સે નોકરી આપવાનો ઈનકાર કર્યો હતો. મહિલાના શરીર પર અનેક ટેટૂઝ છે. તેમાં તેના કપાળ પર એક પેટર્ન છે. આ સાથે જ તેના હાથ પર અને ગરદન પર શિંગડાવાળી ખોપડીનું ટેટૂ કરવામાં આવ્યું છે.
આ ૨૩ વર્ષીય મહિલાનો ચહેરો પણ વીંધાયેલો છે. મહિલાનું કહેવું છે કે, તેની પર ચઢેલા દેવાને ઉતારવા માટે તે પ્રયત્નશીલ છે. આ મહિલાએ ટિકટોક પર પોતાની વ્યથા ઠાલવતા કહ્યું છે કે, કંપનીને તેણે જ્યારે કેમ નોકરી ન આપી તેમ પૂછયું ત્યારે, ટેટૂઝ મુદ્દે વિરોધની વાત જાણવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે