શું તાલિબાન સાથે શાંતિ સમજૂતી તોડશે અમેરિકા? બાઇડન પ્રશાસને બદલી ટ્રમ્પની રણનીતિ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૈક સુલિવને શુક્રવારે કહ્યુ કે, બાઇડેન પ્રશાસન (Biden administration) પૂર્વવર્તી ટ્રમ્પ પ્રશાસને અફઘાનિસ્તાનમાં પક્ષકારો વચ્ચે વાર્તાના નિર્ણયનું સમર્થન કરે છે. ટ્રમ્પ પ્રશાસને પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં દોહામાં તાલિબાન (taliban) ની સાથે એક શાંતિ સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા.
 

શું તાલિબાન સાથે શાંતિ સમજૂતી તોડશે અમેરિકા? બાઇડન પ્રશાસને બદલી ટ્રમ્પની રણનીતિ

વોશિંગટનઃ અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ તાલિબાનની સાથે થયેલ શાંતિ સમજુતી ખતરામાં પડી ગઈ છે. બાઇડેન (Joe Biden) તે વાત પર ખાસ નજર રાખી રહ્યું છે કે તાલિબાન શાંતિ સમજૂતીની શરતોનું કઈ હદ સુધી પાલન કરી રહ્યું છે. જો અમેરિકાને લાગે છે કે તાલિબાન (Taliban) હજુ પણ તેના સૈનિકોને નિશાન બનાવવાના પ્રયાસમાં છે કે તે અફઘાનિસ્તાનમાં હિંસા બધારી રહ્યું છે તો સંભવ છે કે શાંતિ સમજુતી સમાપ્ત કરી દેવામાં આવે. 

અફઘાનિસ્તાનમાં શાંતિ માટે વાતચીતનું સમર્થન
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૈક સુલિવને શુક્રવારે કહ્યુ કે, બાઇડેન પ્રશાસન (Biden administration) પૂર્વવર્તી ટ્રમ્પ પ્રશાસને અફઘાનિસ્તાનમાં પક્ષકારો વચ્ચે વાર્તાના નિર્ણયનું સમર્થન કરે છે. ટ્રમ્પ પ્રશાસને પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં દોહામાં તાલિબાન (taliban) ની સાથે એક શાંતિ સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજુતીમાં વિદ્રોહી સમૂહોને સુરક્ષાની ગેરંટીના બદલે અફઘાનિસ્તાનથી અમેરિકી સુરક્ષા દળોની વાપસીની યોજના તૈયાર કરવામાં આવી હતી. 

અફઘાનિસ્તાનમાં હજુ પણ 2500 અમેરિકી સૈનિક હાજર
કરાર બેઠળ અમેરિકા 14 મહિનામાં પોતાના 12 હજાર સૈનિકોને પરત બોલાવવા માટે પ્રતિબદ્ધ હતું. ત્યાં હજુ 2500 અમેરિકી સૈનિક બાકી છે. સમજુતીમાં તાલિબાને પ્રતિબદ્ધતા દર્શાવી હતી કે તે અમેરિકા કે તેના સહયોગીઓ માટે ખતરો બનનારી ગતિવિધિઓ પર લગામ લગાવશે જેમાં અલકાયદા સહિત અન્ય સમૂહોને આતંકીઓની ભરતી કરવી, તેને ટ્રેનિંગ આપવી અને આતંકી ગતિવિધિઓ માટે નાણા ભેગા કરવામાં અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ન કરવા દેવાનું સામેલ હતું. 

સૈનિકોની વાપસી પર પણ હજુ કોઈ સ્પષ્ટ આદેશ નહીં
સુલિવને કહ્યુ કે, તે સંદર્ભમાં અમે અમારા દળોની આગળ વધવાની અમારી કૂટનીતિક રણનીતિ વિશે નિર્ણય લેશું. સંસદ દ્વારા ફંડ થિંકટેંક યૂએસ ઇન્સ્ટિટ્યુટ ઓફ પીસ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં પક્ષકારો વચ્ચે એક ન્યાયી તથા સંઘર્ષના સ્થાયી રાજનીતિક સમાધાન માટે વાર્તા તંત્ર બનાવવા તથા તેના સમર્થનની દિશામાં પૂર્વવર્તી પ્રશાસન દ્વારા તૈયાર કરવામાં આવેલા મૌલિક પાયાનું અમે સમર્થન કરીએ છીએ. 

તાલિબાનની સાથે શાંતિ સમજુતી પર અમેરિકાની નજર
અમેરિકી એનએસએએ કહ્યુ કે, અમેરિકી-તાલિબાન સમજુતી અને અમારા દળોના આગળ વધવા પર નજરની સાથે અમે અફઘાન સરકાર, તાલિબાન તથા અન્ય વચ્ચે વાતચીતનું સમર્થન કરીએ જેથી એક યોગ્ય તથા સતત પરિણામ પ્રાપ્ત છે. ઐતિહાસિક કરાર હેઠળ તાલિબાને આંતરરાષ્ટ્રીય દળો પર હુમલા રોકી લીધા છે પરંતુ અફઘાન સરકાર સાથે તેની લડાઈ જારી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news