ઓછા ભાવે, વધુ ફિચર્સ સાથે આવી રહ્યો છે POCOનો નવો સ્માર્ટફોન, ડિઝાઈન જોઈ ખરીદવાનું થશે મન

POCO M3 એક બજેટ 4G સ્માર્ટફોન છે. જેમાં સ્નેપડ્રેગન 662 પ્રોસેસરનું પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 4GB 64GB અને 4GB 128GB વેરિયંટમાં મળશે. ફોનમાં 60Hz રિફ્રેશ રેટનો સપોર્ટ આપવામાં આવ્યો છે

ઓછા ભાવે, વધુ ફિચર્સ સાથે આવી રહ્યો છે POCOનો નવો સ્માર્ટફોન, ડિઝાઈન જોઈ ખરીદવાનું થશે મન

અમદાવાદ: POCO કંપનીએ પોતાનો M3 મિડરેન્જ 4G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. સ્નેપડ્રેગન 662 પ્રોસેસર અને 4GB રેમ સાથે આ ફોન 2 ફેબ્રુઆરી, 2021ના લોન્ચ થશે. M3માં ડોટ નોચ ડિસ્પ્લે અને 6000mAHની લોન્ગ લાસ્ટિંગ બેટરી આપવામાં આવી છે. આવો જાણીએ શું છે ફોનના અન્ય ફિચર્સ.

POCO M3 એક બજેટ 4G સ્માર્ટફોન છે. જેમાં સ્નેપડ્રેગન 662 પ્રોસેસરનું પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 4GB 64GB અને 4GB 128GB વેરિયંટમાં મળશે. ફોનમાં 60Hz રિફ્રેશ રેટનો સપોર્ટ આપવામાં આવ્યો છે.  

સ્ક્રિન અને સ્ટોરેજ
POCO M3 4Gમાં 6.5 ઈંચની (2340*1080) FHD+ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનને TUV Rheinland લો બ્લુ લાઈટ સર્ટિફિકેટ મળેલું છે. સાથે જ 60Hz રિફ્રેશ રેટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોન 4GB રેમ, 64GB સ્ટોરેજ અને 4GB રેમ, 128GB સ્ટોરેજના વેરિયંટમાં મળશે. ફોનમાં 512GB સુધી એક્સપાંડેબલ મેમરી સપોર્ટ છે. ફોનના ફ્રંટમાં ગોરીલા ગ્લાસ 3નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ ફોનનો વજન 198 ગ્રામ છે. 

કેમેરા
ફોનના રિયરમાં ત્રીપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 48 મેગાપિક્સલ(f/1.79)નો પ્રાઈમરી કેમેરો, 2 મેગાપિક્સલનો પોટ્રેટ લેન્સ(f/2.4) અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ(f/2.4) આપવામાં આવ્યો છે. બીજી તરફ ફોનના ફ્રંટમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો(f/2.0) આપવામાં આવ્યો છે. કેમેરામાં સ્લો મોશન, ટાઈમ લેપ્સ, ડોક્યુમેન્ટ મોડ, નાઈટ મોડ જેવા ફિચર આપવામાં આવ્યા છે. 

બેટરી
POCO M3માં સ્માર્ટફોનમાં 6000 mAHની બેટરી છે. સાથે જ આ ફોનમાં 18W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. 

સોફ્ટવેર
POCO M3માં MIUI 12 એન્ડ્રોઈડ 12 બેઝ્ડ આપવામાં આવ્યું છે. ફોનમાં 4G VoLTE, Wi-Fi 6.0, WiFi 5.0, Bluetooth v5.1, GPS/A-GPS, NFC, ટાઈપ C અને ડ્યુલ સિમ સપોર્ટ છે. ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક ફિચર આપવામાં આવ્યું છે. 

કલર અને કિંમત
POCO M3માં સ્માર્ટફોન 2 કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં યેલો, કુલ બ્લુ અને પાવર બ્લેક સામેલ છે. ફોનનું 4GB 64GB વેરિયંટ 11,000 રૂપિયામાં મળશે. જ્યારે 4GB 128GB વેરિયંટ 12,500 રૂપિયામાં મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news