નથી માની રહ્યું ચીન, ફરીથી વેચાવવા લાગ્યા Wuhan માં જંગલી જાનવર
ચીનના મેનલેન્ડ (mainland) ના 'વેટ માર્કેટ્સ' દુનિયાને કોરોના વાયરસ પ્રકોપ આપવા માટે પહેલાં જ આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીકાનું કેન્દ્ર બની ચૂક્યું છે. ત્યારબાદ અહીંની સરકારે ભોજન તરીકે વન્યજીવોના વેચાણ પર પ્રતિબંધ પણ લગાવવો પડ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: ચીનના મેનલેન્ડ (mainland) ના 'વેટ માર્કેટ્સ' દુનિયાને કોરોના વાયરસ પ્રકોપ આપવા માટે પહેલાં જ આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીકાનું કેન્દ્ર બની ચૂક્યું છે. ત્યારબાદ અહીંની સરકારે ભોજન તરીકે વન્યજીવોના વેચાણ પર પ્રતિબંધ પણ લગાવવો પડ્યો હતો.
પરંતુ વુહાનના આ ફૂડ માર્કેટ ના ફક્ત ફરીથી ખુલી ગયા છે પરંતુ ખુલ્લેઆમ જંગલી જાનવર પણ વેચાઇ રહ્યા છે. જ્યારે આખી દુનિયામાં આ મહામારીના કારણે મરનારાઓની સંખ્યા વધતી જાય છે, એવામાં આ બજારો (wet markets) ફરીથી ખુલવાની દુનિયાભરમાં નિંદા થઇ રહી છે.
એક રિપોર્ટ અનુસાર વુહાનના તિયાનશેંગ સ્ટ્રીટ વેજિટેલબલ માર્કેટ અને ચાંગચુન રોડ વેજિટેબલ માર્કેટમાં ઘણા વેપારી જંગલી દેડકા વેચી રહ્યા છે. જ્યારે જંગલી દેડકાને વેચવા અને ખાવા ચીની કાયદા અને નિયમોનું ઉલ્લંઘન છે. ચીનના 'વાઇલ્ડ એનિમલ પ્રોટેક્શન લો' એ નિર્ધારિત કરે છે કે 'મહત્વપૂર્ણ આર્થિક અને વૈજ્ઞાનિક મૂલ્યવાળા સ્થાનિક જંગલી જાનવરોને સંરક્ષિત કરવા જોઇએ અને દેડકાં તેમાંથી એક છે.
વૈજ્ઞાનિકો અને ચીની અધિકારીઓનું માનવું છે કે આ જીવલેણ બિમારી ચામાચિડીયા જેવા મધ્યસ્થ પ્રજાતિના માધ્યમથી જંગલી જાનવરો વડે મનુષ્યોમાં પહોંચી જાય છે. એટલા માટે વુહાનના બજાર જંગલી જાનવરો સાથે નજીકના સંપર્કમાં હોવાના લીધે તેને તે પ્રકોપ માટે વ્યાપક રૂપથી દોષી ગણવામાં આવે છે.
આ દરમિયના કોરોના વાયરસ મહામારી (Coronavirus) ને દુનિયામાં કહેર વર્તાવતાં 9 મહિના થઇ ચૂક્યા છે. અત્યાર સુધી તે દુનિયાભરમાં અઢી કરોડથી વધુ લોકોને સંક્રમિત કરી ચૂકી છે અને 8.4 લાખથી વધુ લોકોના જીવ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે