કોરોના મામલે WHO એ ફરી વધાર્યું ટેન્શન, 'ખતમ થવાની નજીક પણ નથી આ મહામારી'

Coronavirus 13 July Latest Update: દેશમાં કોરોનાની ચોથી લહેરની આશંકાઓ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિવેદને ફરી એકવાર ચિંતા વધારી દીધી છે.

કોરોના મામલે WHO એ ફરી વધાર્યું ટેન્શન, 'ખતમ થવાની નજીક પણ નથી આ મહામારી'

Coronavirus 13 July Latest Update: દેશમાં કોરોનાની ચોથી લહેરની આશંકાઓ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક નિવેદને ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. ડબ્લ્યુએચઓના પ્રમુખે ચેતવણી આપતા કહ્યું કે, કોરોના મહામારી હજુ ખતમ થવાની નજીક પણ પહોંચી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ધેબ્રેસિયસે મીડિયા બ્રિફિંગમાં દુનિયાને ચેતવણી આપતા કહ્યું કે કોરોનાની તાજા લહેર દર્શાવે છે કે મહામારી 'એ ક્યાંય ગઇ નથી, આપણી આસપાસ જ છે.' પ્રેસ બ્રિફિંગાં ટેડ્રોસે કહ્યું કે મને ચિંતા છે કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ડબ્લ્યુએચઓના પ્રમુખે સરકારોને હાલના મહામારી નિયમોના આધારે તેમની કોવિડ યોજનાઓની સમીક્ષા કરવાની પણ વિનંતી કરી.

દેશમાં એક્ટિવ દર્દીઓનો આંક 1 લાખ 30 હજારને પાર
દેશમાં મંગળવારના કોરોના સંક્રમણના 13,615 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 4,36,52,944 થઈ ગઈ છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,31,043 પર પહોંચી ગઈ છે. આ સાથે જ 20 લોકોના મોત થયા છે. આ સાથે જ મૃતકોની કુલ સંખ્યા વધીને 5,25,474 થઈ ગઈ છે. દેશમાં હાલ કોવિડના 1,31,043 એક્ટિવ દર્દી છે. જે કુલ કેસના 0.30 ટકા છે.

આ રીતે વધ્યો કોરોનાનો ગ્રાફ
ઉલ્લેખનીય છે કે, દેશમાં સાત ઓગસ્ટ 2020 ના સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020 ના 30 લાખ અને પાંચ સપ્ટેમ્બર 2020 ના 40 લાખથી વધારે થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020 ના 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020 ના 60 લાખ, 11 ઓક્ટોબર 2020 ના 70 લાખ, 29 ઓક્ટોબર 2020 ના 80 લાખ અને 20 નવેમ્બર 2020 ના 90 લાખને પાર પહોંચી ગઈ હતી. દેશમાં 19 ડિસેમ્બર 2020 ના આ કેસ એક કરોડથી વધારે થઈ ગયા હતા. ગત વર્ષ 4 મે ના સંક્રમિતોની સંખ્યા દોઢ કરોડ અને 23 જૂન 2021 ના ત્રણ કરોડને પાર પહોંચી ગઈ હતી. આ વર્ષે 25 જાન્યુઆરીના કેસ 4 કરોડને પાર થઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news