Water Crisis:અહીં જોખીને આપવામાં આવે છે પાણી, વધુ પડતો ઉપયોગ કરશો તો થઈ શકે છે જેલ
Water Crisis:પાણીનું આપણાં જીવનમાં શું મહત્વ છે તે સૌ કોઈ જાણે છે. પાણી વગર પૃથ્વી પર રહેવું અશક્ય છે. પાણી વગર જીવનની કલ્પના પણ કરવી અશક્ય છે. પાણી એ જીવનનો આધાર છે. તરસ છીપાવવા ઉપરાંત, આપણા રોજિંદા જીવનના ઘણા મહત્વપૂર્ણ કાર્યો પાણીથી થાય છે. કેટલાક લોકો પાણીનો ઘણો બગાડ કરે છે. પરંતુ, જરા કલ્પના કરો કે જો તમને માપ અને વજન કર્યા પછી પાણી આપવામાં આવે તો શું થશે.
Trending Photos
Water Crisis: પાણીનું આપણાં જીવનમાં શું મહત્વ છે તે સૌ કોઈ જાણે છે. પાણી વગર પૃથ્વી પર રહેવું અશક્ય છે. પાણી વગર જીવનની કલ્પના પણ કરવી અશક્ય છે. પાણી એ જીવનનો આધાર છે. તરસ છીપાવવા ઉપરાંત, આપણા રોજિંદા જીવનના ઘણા મહત્વપૂર્ણ કાર્યો પાણીથી થાય છે. કેટલાક લોકો પાણીનો ઘણો બગાડ કરે છે. પરંતુ, જરા કલ્પના કરો કે જો તમને માપ અને વજન કર્યા પછી પાણી આપવામાં આવે તો શું થશે.
જી હા, દુનિયાના એક દેશમાં આવું થવાનું છે. ત્યાં પીવાના પાણી માટે કોટા સિસ્ટમ લાદવામાં આવી છે. એટલે કે પીવા માટે મર્યાદિત પાણી જ ઉપલબ્ધ રહેશે.
માપીને અપાશે પાણી-
ટ્યુનિશિયામાં ખેતી માટે પાણીના ઉપયોગ પર પ્રતિબંધ છે. ત્યાં લોકોને પીવા માટે મર્યાદિત માત્રામાં જ પાણી મળશે અને આ વ્યવસ્થા આગામી 6 મહિના સુધી અમલમાં મુકવામાં આવશે. ટ્યુનિશિયાના લોકોને 30 સપ્ટેમ્બર સુધી લોકોનું માપ અને વજન કરીને પીવાનું પાણી અપાશે. વાસ્તવમાં, આ પ્રતિબંધ ગંભીર દુષ્કાળને કારણે લાદવામાં આવ્યો છે. દુષ્કાળનું કારણ જળવાયું પરિવર્તન અને જમીનની અંદર હાજર પાણીનો વધુ પડતો ઉપયોગ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો
વિકાસ તો માત્ર મોંઘવારીનો જ થયો, રોજ વપરાતી વસ્તુઓના આટલા વધ્યા ભાવ
મેષ રાશિમાં 12 વર્ષ બાદ ગુરૂનું ગોચર, ચતુર્ગ્રહી યોગથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય
આજે તમારું ભાગ્ય સાથ આપશે કે નહિ, આજનો દિવસ કેવો જશે તે જાણીને બીજા કામ કરજો
ડેમોમાં ઓછું થયું પાણી-
ટ્યુનિશિયાના કૃષિ મંત્રાલયના અધિકારી હમાદી હબીબે જણાવ્યું કે દેશ છેલ્લા કેટલાક મહિનાઓથી ગંભીર દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. 100 કરોડ ઘનમીટર પાણીની ક્ષમતા ધરાવતા ડેમમાં હવે માત્ર 30 ટકા જ પાણીની ક્ષમતા છે.
નિયમો તોડનારને જેલમાં ધકેલી દેવાશે-
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કૃષિ મંત્રાલયે નિર્ણય લીધો છે કે આગામી 6 મહિના સુધી પીવાના પાણીનું રેશનિંગ કરવામાં આવશે. કાર ધોવા, છોડને પાણી આપવા અને શેરીઓ સાફ કરવા જેવા કામો માટે પાણીનો ઉપયોગ કરવાની મનાઈ છે. જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેને દંડ, જેલ અથવા બંને સજા થઈ શકે છે. ટ્યુનિશિયાના જળ કાયદા હેઠળ આ વ્યક્તિને 6 દિવસથી છ મહિનાની જેલ થઈ શકે છે.
આ પણ વાંચો
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં, 3 PIની બદલી, SITની તપાસનો ધમધમાટ શરૂ
મોરબીમાં ઝૂલતા પુલના રિનોવેશન કામમાં જયસુખ પટેલે ધ્યાન આપ્યું નથી,જામીન અરજી નામંજૂર
ગુજરાતીઓ ફરી સાવધાન રહેજો! બકરું કાઢતા ઉંટ ના પેસે, જાણો આજે શું છે કોરોનાની સ્થિતિ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે