રવિવારે વિધિ-વિધાન સાથે કરો સૂર્યની પૂજા: દરેક મનોકામના થશે પૂરી, પણ આ 4 ચીજવસ્તુઓ કરજો અર્પણ
હિન્દુ ધર્મમાં ઉગતા સૂર્યને નમસ્કાર કરવાનું શુભ મનાઈ છે. તેમજ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. સૂર્યને દરરોજ અર્ઘ્ય ચઢાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, રવિવારે સૂર્યદેવની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
Trending Photos
ઝી ન્યૂઝ/નવી દિલ્હી: હિંદુ ધર્મની માન્યતા મુજબ દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત છે. તેવી જ રીતે રવિવારનો દિવસ સૂર્ય દેવનો માનવામાં આવે છે. સૂર્ય દેવની પૂજાથી જીવનશક્તિ, માનસિક શાંતિ, ઉર્જા અને જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. આ જ કારણ છે કે, લોકો ઉગતા સૂર્યને જોવાનું શુભ માને છે. હિન્દુ ધર્મમાં ઉગતા સૂર્યને નમસ્કાર કરવાનું શુભ મનાઈ છે. તેમજ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. સૂર્યને દરરોજ અર્ઘ્ય ચઢાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, રવિવારે સૂર્યદેવની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
1. સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવુંઃ હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર રોજ સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. સૂર્યોદય પહેલાં પવિત્ર થઈને સ્નાન કરીને ત્રણ વખત સૂર્યનારાયણને અર્ઘ્ય ચઢાવો અને સાંજે ફરીથી સૂર્યને અર્ઘ્ય ચઢાવો. આ દરમિયાન સૂર્યના મંત્રોનો ભક્તિભાવથી જાપ કરો.
2. ફૂલ અર્પિત કરો: રવિવારે સૂર્ય ભગવાનની પૂજા કર્યા પછી ફૂલ ચઢાવવામાં આવે છે. રવિવારે સૂર્ય ભગવાનને કંદેલનું ફૂલ અથવા લાલ રંગનું ફૂલ ચઢાવો. તેનાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.
3. રોલી અર્પણ કરોઃ હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર સૂર્ય ભગવાનને રોલી અર્પણ કરવી શુભ માનવામાં આવે છે. તાંબાના વાસણમાંથી સૂર્યદેવને જળ ચઢાવતી વખતે તેમાં થોડી રોલી પણ નાખો.
4. અક્ષતઃ પૂજામાં અક્ષતનું ઘણું મહત્વ છે. ભગવાન સૂર્યને અક્ષત અર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે. અર્ઘ્ય પછી ભગવાન સૂર્યને અક્ષત અર્પણ કરો. હિંદુ ધર્મમાં સૂર્યની ઉપાસના ખૂબ જ ઝડપથી ફળ આપનારી માનવામાં આવે છે. રવિવારે સવારે વહેલા ઊઠીને સૂર્યદેવની પૂજા કરો. જ્યારે સૂર્યોદય થાય ત્યારે સૂર્યદેવને પ્રણામ કરો અને 'ઓમ સૂર્યાય નમઃ' અથવા 'ઓમ ગૃહિણી સૂર્યાય નમઃ' કહીને સૂર્યદેવને જળ અર્પણ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે