તાનાશાહ કિમ જોંગનો થઈ ગયો THE END? જાહેરમાં જોવા મળ્યા તે બોડી ડબલ હતાં? ખાસ વાંચો
Trending Photos
નવી દિલ્હી: 20 દિવસ બાદ અચાનક ઉત્તર કોરિયાના તાનાશાહનું જાહેરમાં દેખાવવું એ અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. જાહેરમાં જે જોવા મળ્યા તે બોડી ડબલ હતાં? જો કિમ જોંગના બોડી ડબલ હોય તો તેની સંભાવના ઘણી વધુ હોઈ શકે કે તાનાશાહની કહાની ખતમ થઈ ગઈ અને આ આંતરિક દાવો એટલે પણ શક્તિશાળી લાગે છે કારણ કે કિમ જોંગની રિબિન કાપીને દુકાનનું ઉદ્ધાટન કરતી જે તસવીર રિલીઝ થઈ હતી તેની કોઈ પુષ્ટિ થઈ નહતી. ન તો તેની પુષ્ટિ સાથે કોઈ સાક્ષી કે પછી તેની આગળ પાછળના પુરાવા રજુ કરાયા હતાં.
રિબિન કાપનારા કિમ જોંગ નહતા?
જેમ દુનિયાએ જોયુ કે કિમ જોંગ ત્રણ અઠવાડિયા સુધી ગાયબ રહ્યાં અને ત્યારબાદ ફર્ટિલાઈઝર કંપનીમાં રિબિન કાપીને ઉદ્ધાટન કરતા જોવા મળ્યાં. ત્યારબાદ દુનિયામાં આગની જેમ ખબર ફેલાઈ ગઈ કે કિમ જોંગ જીવતા છે. તેમના સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી અટકળોની જગ્યાએ હવે દુનિયામાં એક નવી કહાની જોવા મળી રહી છે કે આ કિમ જોંગ નહીં પરંતુ તેમના ડુપ્લીકેટ છે એટલે કે હમશકલ છે.
કિમ જોંગની તબિયતની કોઈ જાણકારી નથી
આજે પણ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગના સ્વાસ્થ્યને લઈને અનિશ્ચિતતા જોવા મળી રહી છે. એક બાજુ અમેરિકા અને સાઉથ કોરિયાની ગુપ્ચર એજન્સીઓ કહે છે કે કિમ જોંગનો કાન્ડ થઈ ગયો છે. તેમની ગુપ્ત જાણકારી જણાવે છે કે એપ્રિલના બીજા અઠવાડિયામાં કિમની જે હાર્ટ સર્જરી થઈ હતી તે નિષ્ફળ જતા કિમ જોંગનું બ્રેઈન ડેડ થઈ ગયુ છે. બીજી બાજુ નોર્થ કોરિયાએ પણ આ મહત્વના મુદ્દે ચૂપ્પી સાધી છે.
અમેરિકાએ કર્યા ધમપછાડા
કિમ જોંગ જીવતો છે કે પછી મરી ગયો તેની તપાસ માટે અમેરિકા અને રશિયાએ પોત પોતાની રીતે કોશિશો કરી છે પરંતુ તેમની કોશિશ નિષ્ફળ રહી કારણ કે નોર્થ કોરિયાએ જે રીતે ચૂપકીદી સાધી છે તે બૂમો પાડીને કહે છે કે વાર્તા કઈંક બીજી જ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગની વાપસનું શાબ્દિક સ્વાગત કરતા કહ્યું હતું કે મને ખુશી છે કે કિમ જોંગ પાછા ફર્યા અને તેઓ સ્વસ્થ છે.
રશિયાએ પણ જાણવાની કરી કોશિશ
એ જ રીતે રશિયાએ પણ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને દ્વિતીય વિશ્વ યુદ્ધ સ્મારક પદકથી સન્માનિત કર્યાં. પ્યોંગયોંગમાં રશિયાના દૂતાવાસે મંગળવારે 5મી મેના રોજ એ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ સન્માન સમારોહ મંસૂડે અસેમ્બલી હોલમાં પૂરો થયો. જેવી શંકા હતી તે જ રીતે આ સમારોહમાં પણ કિમ જોંગ વ્યક્તિગત રીતે હાજર રહ્યાં નહીં. તેમનાી તરફથી નોર્થ કોરિયાના વિદેશમંત્રી રી સોન ગ્વોને રશિયાના રાજદૂત પાસેથી આ પદક સ્વીકાર્યો. રશિયાના દૂતાવાસ દ્વારા સમારોહની જે તસવીરો બહાર પાડવામાં આવી તેમાં પણ કિમ જોવા મળ્યા નહીં.
આખરે ક્યાં છૂપાયા છે તાનાશાહ?
જો કિમ છૂપાયેલા છે તો તેમના છૂપાવવાનું કારણ શું હોઈ શકે? જો આ ખબર સાચી હોય કે તાનાશાહની તબિયત ખરાબ હતી તો તનાશાહની તબિયત અંગે કોઈ સ્પષ્ટ ખબર સામે કેમ નથી આવતી. જો કિમ જોંગની સર્જરી થઈ હતી જેના અંગે કહેવાય છે કે તે સર્જરી નિષ્ફળ ગઈ તો આખરે તે અંગે પણ કોઈ જાણકારી ઉત્તર કોરિયા સરકાર દ્વારા કેમ બહાર પાડવામાં ન આવી? આ 3 અઠવાડિયા સુધી કથિત ગાયબ રહેવા દરમિયાન કિમ 15 એપ્રિલના ઐતિહાસિક જલસામાં પણ સામેલ થયા નહતાં. જે ઉત્તર કોરિયાના રાજકીય કેલેન્ડરમાં સૌ
ઉત્તર કોરિયાની સરકાર આ સવાલોના જવાબ આપશે?
કિમ જોંગે આખરે રશિયાને તેમના સન્માન આપવા બદલ ધન્યવાદના બે શબ્દો પણ કેમ ન કહ્યાં? કિમે અમેરિકાના રાષ્ટ્રપતિના સદ્ભાવના વકતવ્ય કે જે કિમની વાપસી અને સ્વાસ્થ્યને લઈને અપાયું હતું તેના પર આભાર વ્યક્ત કેમ ન કર્યો? કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કેમ ન અપાઈ? રશિયા દ્વારા અપાયેલા સન્માનનો સમારોહ નોર્થ કોરિયામાં થયો હતો પણ આમ છતાં કિમ જોંગને સામે આવવામાં શું મુશ્કેલી હતી? તેમણે પુરસ્કાર લેવા માટે પોતાના મંત્રીને કેમ મોકલ્યાં? અહીં કિમની ગેરહાજરીના કોઈ કારણ સ્પષ્ટ રીતે કેમ ન બતાવવામાં આવ્યાં? આ સવાલોના જવાબ જો ઉત્તર કોરિયાની સરકાર આપી શકત તો જરૂર આપત. સ્પષ્ટ છે કે કિમની કહાની ખતમ થઈ ગઈ છે અને હવે ગમે ત્યારે નોર્થ કોરિયાના નવા શાસકના નામની જાહેરાત થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે