Ukraine Russia War: યૂએનજીએમાં 141 દેશોએ રશિયા વિરૂદ્ધ કર્યું મતદાન, 5 એ આપ્યો સાથ, ભારતે ન કર્યું મતદાન

યુક્રેનમાં રશિયન આક્રમણને તાત્કાલિક રોકવા અને તમામ રશિયન દળોને પાછા ખેંચવાની માંગ કરતા પ્રસ્તાવ પર બુધવારે બપોરે 193-સભ્ય યુએન જનરલ એસેમ્બલીએ મતદાન કર્યું હતું. આ વોટિંગ દરમિયાન 141 દેશોએ રશિયાની વિરુદ્ધમાં વોટિંગ કર્યું, જ્યારે 5 દેશોએ રશિયાનું સમર્થન કર્યું.

Ukraine Russia War: યૂએનજીએમાં 141 દેશોએ રશિયા વિરૂદ્ધ કર્યું મતદાન, 5 એ આપ્યો સાથ, ભારતે ન કર્યું મતદાન

યુક્રેનમાં રશિયન આક્રમણને તાત્કાલિક રોકવા અને તમામ રશિયન દળોને પાછા ખેંચવાની માંગ કરતા પ્રસ્તાવ પર બુધવારે બપોરે 193-સભ્ય યુએન જનરલ એસેમ્બલીએ મતદાન કર્યું હતું. આ વોટિંગ દરમિયાન 141 દેશોએ રશિયાની વિરુદ્ધમાં વોટિંગ કર્યું, જ્યારે 5 દેશોએ રશિયાનું સમર્થન કર્યું. આ વોટિંગમાં 35 દેશો ગેરહાજર રહ્યા હતા. ભારતે પણ મતદાનમાં ભાગ લીધો ન હતો. યુરોપના આર્થિક રીતે સમૃદ્ધ દેશોથી લઈને પેસિફિકના નાના ટાપુના દેશ સુધીના ઘણા દેશોએ યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરી છે.

ક્યુબા અને ઉત્તર કોરિયા સહિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઈમરજન્સી સત્રમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કેટલાક સમર્થકો પણ છે. આ સિવાય સુરીનામ અને દક્ષિણ આફ્રિકા જેવા કેટલાક દેશોએ ડ્રાફ્ટ રિઝોલ્યુશન પર કોઈ સ્ટેન્ડ નથી લીધું અને સંકટના કાયમી ઉકેલ માટે સમાધાન અને કૂટનીતિનો માર્ગ અપનાવવાની અપીલ કરી છે.

સુરક્ષા પરિષદના ઠરાવોથી વિપરીત, મહાસભાના પ્રસ્તાવનું પાલન કરવું કાયદેસર રીતે બંધનકર્તા નથી, પરંતુ તેમાં આંતરરાષ્ટ્રીય વલણની ખબર પડે છે. મંગળવારની રાત સુધીમાં પ્રસ્તાવના 94 સહ-પ્રાયોજકો હતા. આમાં અફઘાનિસ્તાન અને મ્યાનમાર જેવા ઘણા દેશોનો સમાવેશ સંયુક્ત રાષ્ટ્રના રાજદ્વારીઓ માટે આશ્ચર્યજનક વાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news