Viral Video Today: યુક્રેન સૈનિકે ચેક પોઈન્ટ પર ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું, થોડીવાર માટે બદલાઈ ગયો યુદ્ધનો માહોલ

 આ વીડિયોમાં જોઈ શકાય છે કે, યુક્રેનનો એક સૈનિક ચેકપોઈન્ટ પર પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરતો નજર આવી રહ્યો છે. આ વીડિયો હાલ ભરપૂર વાયરલ થઈ રહ્યો છે

Viral Video Today: યુક્રેન સૈનિકે ચેક પોઈન્ટ પર ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું, થોડીવાર માટે બદલાઈ ગયો યુદ્ધનો માહોલ

Viral Video Today :રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે દિલને સ્પર્શી જાય તેવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોને જોઈને કોઈ પણ દિલ દઈ બેસશે. આ વીડિયો યુક્રેનના એક સૈનિકનો છે, જે ચેક પોઈન્ટ પર પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરતો જોવા મળ્યો હતો. આ રોમેન્ટિક પળ તેના સાથીઓએ કેમેરામાં કેદ કરી લીધી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો યુક્રેનની રાજધાની કીવનો હોવાનું કહેવાય છે. યુક્રેનના સૈનિકનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને લોકો દિલ ખોલીને તેના વખાણ કરી રહ્યાં છે. 

સૈનિકનો રોમેન્ટિક અંદાજ
વાયરલ  થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, યુક્રેનના સૈનિક કીવમાં એક ચેક પોઈન્ટ પર વાહનોનું ચેકિંગ કરી રહ્યાં છે. ત્યારે એક કાર ત્યાં આવીને ઉભી રહી જાય છે, તેમાંથી એક યુવતી બહાર આવે છે અને બીજી જ પળમાં એક સૈનિક એ યુવતીની સામે ઘૂંટણીયે બેસી જાય છે. યુવા સૈનિક નીચે બેસીને યુવતીને પ્રપોઝ કરે છે. સૈનિકાના આ અંદાજને કારણે યુદ્ધનો માહોલ જરાક વાર માટે બદલાઈ ગયો હતો. તમામ સૈનિક મળીને તાળી વગાડવા લાગ્યા હતા. કેટલાક લોકો આ પળને મોબાઈલમાં કેદ કરતા જોવા મળ્યા હતા.  

વાયરલ થઈ રહ્યો છે વીડિયો
આ વીડિયોને @kendisgibson નામના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધી 10 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. દોઢ મિનિટના વીડિયોને લોકો સોશિયલ મીડિયા પર બહુ જ પસંદ કરી રહ્યાં છે. રશિયા અને યુક્રેનના વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે આવેલો આ વીડિયો દરેકને પસંદ આવી રહ્યો છે. લોકોએ આ પળને ખુશીની પળ ગણાવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news