અમેરિકા ભડકે બળી રહ્યું છે, 25 શહેરોમાં કર્ફ્યું, ટ્રમ્પે કહ્યું અમારી પાસે ઘાતક હથિયાર

અમેરિકાનાં મિનેસોટા રાજ્યનાં મિનેપોલિસ શહેરમાં પોલીસ કસ્ટડીમાં અશ્વેર જ્યોર્જ ફ્લોયડનાં મોત બાદ 30 શહેરોમાં પ્રદર્શનો ચાલી રહ્યા છે. અનેક શહેરોમાં શનિવારે રાત્રે પોલીસ અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયા. લોસ એન્જલસ, ફિલાડેલ્ફિયા અને અટલાંટા સહિત 16 રાજ્યોનાં 25 શહેરોમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે. ટ્રમ્પે પ્રદર્શનકર્તાઓને ચેતવણી આપતા કહ્યું કે, અમારી પાસે ખતરનાક કુત્તે અને ઘાતક હથિયાર છે.
અમેરિકા ભડકે બળી રહ્યું છે, 25 શહેરોમાં કર્ફ્યું, ટ્રમ્પે કહ્યું અમારી પાસે ઘાતક હથિયાર

વોશિંગ્ટન : અમેરિકાનાં મિનેસોટા રાજ્યનાં મિનેપોલિસ શહેરમાં પોલીસ કસ્ટડીમાં અશ્વેર જ્યોર્જ ફ્લોયડનાં મોત બાદ 30 શહેરોમાં પ્રદર્શનો ચાલી રહ્યા છે. અનેક શહેરોમાં શનિવારે રાત્રે પોલીસ અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયા. લોસ એન્જલસ, ફિલાડેલ્ફિયા અને અટલાંટા સહિત 16 રાજ્યોનાં 25 શહેરોમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે. ટ્રમ્પે પ્રદર્શનકર્તાઓને ચેતવણી આપતા કહ્યું કે, અમારી પાસે ખતરનાક કુત્તે અને ઘાતક હથિયાર છે.

પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધી સમગ્ર અમેરિકા 1400 પ્રદર્શનકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રદર્શનનાં બે દિવસ દરિયાન મિનેસોટામાં કસ્ટડીમાં લેવાયેલા પ્રદર્શનકર્તાઓમાં 80% મિનેપોલિસ સાથે છે. મિનેસોટામાં ગુરૂવારે બપોરે શનિવારે બપોરે સુધી તોફાનો, ચોરી, સંપત્તીને નુકસાન પહોંચાડવાના આરોપમાં 51 લોકોને કસ્ડીમાં લેવામાં આવ્યા. તેમાંથી 43 લોકો મિનેપોલિસનાં હતા. પ્રદર્શન દરમિયાન ફિલાડેલ્ફિયામાં 13 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા. પોલીસ કમિશ્નર ડેનિએલ આઉટલોનાં અનુસાર પ્રદર્શનકર્તાઓએ પોલીસની ચાર ગાડીઓ પણ સળગાવી દીધી. આ દરમિયાન પોલીસે 14 લોકને કસ્ટડીમાં લીધા હતા.

ટ્રમ્પે કહ્યું હું બધુ જ જોઇ રહ્યો છું
પ્રદર્શનકર્તાઓએ વ્હાઇટ હાઉસની બહાર પણ શુક્રવારે સેંકડો લોકોએ પ્રદર્શન કર્યું હતું, ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે પણ પ્રદર્શનકર્તાઓએ વ્હાઇટ હાઉસની બહાર એકત્ર થયા. ત્યાર બાદ સુરક્ષા અધિકારીઓએ તેમની ઘર્ષણ પણ થયું. ટ્રમ્પે વ્હાઇટ હાઉસની સુરક્ષા કરનારા અમેરિકી સીક્રેટ સર્વિસનાં અધિકારીઓની પ્રશંસા કરી છે.

— Donald J. Trump (@realDonaldTrump) May 30, 2020

ટ્રમ્પે કહ્યું કે, વેરી કુલ હું અંદર હતો અને દરેક ઘટના જોઇ રહ્યો હતો. હુ ખુબ જ સુરક્ષીત અનુભવી રહ્યો હતો. પ્રોફેશનલ રીતે સંગઠી ટોળુ, પરંતુ કોઇ પણ ફેન્સ તોડવા માટે નજીક ન ફરક્યું. જો તેઓ આવ્યા હોત તો તેમનું સ્વાગત ખતરનાક કુતરાઓ અને ઘાતક હથિયારો વડે થયું હોત. આ સાથે જ ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીના મેયર મુરેલ બાઉઝર પર અમેરિકી સીક્રેટ સર્વિસની મદદ માટે પોલીસ નહી આપવાનો આરોપ લગાવ્યો હતો.

આ રાજ્યોમાં થઇ રહ્યા છે પ્રદર્શન
કેલિફોર્નિયા, કોલોરાડો, ફ્લોરિડા, જ્યોર્જિયા, ઇલિનોય, કેંટકી, મિનેસોટા, ન્યૂયોર્ક, ઓહાયો, ઓરેગન્સ, પેન્સિલ્વેનિયા, સાઉથ કૈરોલિના, ટેનેસી, ઉહાટ, વોશિંગ્ટન, વિસ્ફોન્સિન.

બિડેનને કહ્યું અમે દર્દમાં છીએ
ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર જો બિડેને પણ જ્યોર્જ ફ્લાઇડ મોત અંગે દુખ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, અમે એક દેશ તરીકે દર્દમાં છીએ.

— Joe Biden (@JoeBiden) May 31, 2020

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news