કોરોનાની રસીનું પહેલીવાર થયું પરીક્ષણ, પરિણામ આવતા લાગશે આટલો સમય
કોરોના વાયરસને લઈને આખી દુનિયામાં કોહરામ મચી ગયો છે. ત્યારે યુએસના રિસર્ચર્સે સોમવારે પહેલીવાર એક વ્યક્તિને કોરોના વાયરસની વેક્સીન આપી છે. આ વેક્સીન પ્રયોગાત્મક ધોરણે અપાઈ છે.
Trending Photos
વોશિંગ્ટન: કોરોના વાયરસને લઈને આખી દુનિયામાં કોહરામ મચી ગયો છે. ત્યારે યુએસના રિસર્ચર્સે સોમવારે પહેલીવાર એક વ્યક્તિને કોરોના વાયરસની વેક્સીન આપી છે. આ વેક્સીન પ્રયોગાત્મક ધોરણે અપાઈ છે. અમેરિકામાં સોમવારે કોરોના વાયરસની મહામારીથી બચવા માટે વેક્સીનનું લોકો પર પરીક્ષણ શરૂ કરાયું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ તેની પ્રશંસા કરી છે અને કહ્યું કે આ દુનિયામાં સૌથી ઝડપથી વિક્સિત કરાયેલી રસી છે.
અત્રે જણાવવાનું કે ચીનથી દુનિયાભરના 141 દેશોમાં ફેલાયેલા આ ઘાતક વાયરસની હજુ સુધી કોઈ નિશ્ચિત દવા તૈયાર થઈ નથી. આવામાં જો અમેરિકા સફળ થશે તો મોટી વાત રહેશે. જો કે વિશેષજ્ઞોનું કહેવું છે કે વેક્સીનના પરીક્ષણમાં અનેક મહિના લાગશે. મીડિયા રિપોર્ટ મુજબ 45 વોલેન્ટિયર્સ પર સિએટલના કેન્સર પરમેનન્ટ રિસર્ચ સુવિધામાં પરીક્ષણ કરાશે. વેક્સીનથી કોરોના વાઈરસનો ચેપ લાગવાનું જોખમ રહેતુ નથી. તેમાં વાઈરસથી કોપી કરાયેલા નુક્સાનરહિત જેનેટિક કોડ હોય છે.
દુનિયાભરના વૈજ્ઞાનિકો ઝડપથી શોધકાર્યમાં લાગેલા છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે આ પ્રથમ માનવીય પરીક્ષણ માટે ધન આપ્યું છે. પરંતુ આ કાર્યમાં લાગેલી બાયોટેક્નોલોજી કંપની મોર્ડન થેરેપ્યુટિક્સનું કહેવું છે કે આ વેક્સીનનું પરીક્ષણ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવ્યું છે.
બ્રિટનના ઈમ્પીરીયલ કોલેજ લંડનમાં ચેપી રોગોના વિશેષજ્ઞ જ્હોન ટ્રેગોનિંગે કહ્યું કે આ વેક્સીનમાં પહેલેથી હાજર ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. તેમણે કહ્યું કે આ એક ખુબ જ ઉચ્ચ માપદંડ હેઠળ બનાવવામાં આવેલ છે. જેને આપણે લોકો માટે સુરક્ષિત સમજીએ છીએ તે વસ્તુઓનો તેમાં ઉપયોગ કરાયો છે અને પરીક્ષણમાં ભાગ લઈ રહેલા લોકો પર ખુબ નજીકથી નજર રાખવામાં આવશે.
A long-awaited study in healthy people testing a potential vaccine against the new coronavirus is underway in Seattle. Read and watch exclusive @AP coverage: https://t.co/6eWnjsMgJ9 pic.twitter.com/vs3EmsKSjs
— AP Health & Science (@APHealthScience) March 16, 2020
આ અગાઉ ચીને એવો દાવો કર્યો હતો કે તેણે આ વાયરસથી બચવા માટે દવા તૈયાર કરી લીધી છે અને એપ્રિલમાં તે દવા ક્લિનિકલ ટ્રાયલ થઈ શકે છે. ક્લિનિકલ ટ્રાયલ હેઠળ આ દવાનો જાનવરો પર ટેસ્ટ કરાશે. જો દવા સફળ સાબિત થશે તો તેને બજારમાં આવતા ઓછામાં ઓછા 3 મહિના તો લાગશે.
જો કે અનેક દેશો આ વાયરસની દવા હજુ પણ શોધી રહ્યાં છે. ચીન અગાઉ ઈઝરાયેલે દાવો કર્યો હતો કે તેણે પણ કોરોનાની દવા બનાવી લીધી છે અને જલદી આ દવાને માન્યતા પણ અપાશે. આ બાજુ ભારત પણ સત આ વાયરસનો તોડ શોધી રહ્યું છે. એમ્સના ડોક્ટરોનું કહેવું છે કે જલદી તેનો કોઈ તોડ કાઢી લેવાશે. એમ્સના ડોક્ટરોનું તો એમ પણ કહેવું છે કે આ વાયરસ હવાથી ફેલાતો નથી.
જો કે હજુ એ કહેવું મુશ્કેલ છે કે કોરોનાની દવા બજારમાં ક્યા સુધીમાં ઉપલબ્ધ થશે. અત્રે જણાવવાનું કે કોરોનાના કારણે દુનિયાભરમાં અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે