કોરોનાનો હાહાકાર: આ દેશમાં એક જ દિવસમાં 349 લોકોના મોત, ભારતે લીધો મોટો નિર્ણય

કોરોના વાયરસનો કેર સૌથી વધુ ચીન બાદ ઈટાલીમાં જોવા મળ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ ઈટાલીમાં સોમવારે કોરોના વાયરસના કારણે 349 લોકોએ જીવ ગુમાવ્યાં.

કોરોનાનો હાહાકાર: આ દેશમાં એક જ દિવસમાં 349 લોકોના મોત, ભારતે લીધો મોટો નિર્ણય

રોમ: કોરોના વાઈરસનો કેર સૌથી વધુ ચીન બાદ ઈટાલીમાં જોવા મળ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ ઈટાલીમાં સોમવારે કોરોના વાયરસના કારણે 349 લોકોએ જીવ ગુમાવ્યાં. આ વાયરસના કારણે ઈટાલીમાં અત્યાર સુધીમાં 2158 લોકોના મોત થઈ ચૂક્યા છે. અધિકૃત નિવેદન મુજબ આ દેશમાં કોરોના વાયરસ બમણી ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચાર દિવસ પહેલા જ ઈટાલીમાં કોરોના વાઈરસના 15113 દર્દીઓ હતાં. જે હવે 27980 થઈ ગયા છે. 

આ બાજુ ભારતમાં કોરોના વાયરસના સાંજ સુધીમાં 114 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. તાજા કેસ ઓડિશા, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને કાશ્મીરમાં જોવા મળ્યાં. શંકાસ્પદ કેસોમાંથી 17 વિદેશી છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ભારત સરકારે 16 માર્ચના રોજ યુરોપીય સંઘ, યુરોપીય ફ્રી ટ્રેડ એસોસિએશન, તુર્કી, અને બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ આદેશ 18 માર્ચથી લઈને 31 માર્ચ સુધી પ્રભાવિત રહેશે. ત્યારબાદ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને તેના આધારે નિર્ણય લેવાશે. 

આ સાથે જ યુએઈ, કતાર, ઓમાન અને કુવૈતથી આવતા તમામ મુસાફરોને 14 દિવસથી અનિવાર્ય રીતે અલગ આઈસોલેશનમાં રાખવામાં આવશે. દુનિયાભરમાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 7000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. 

જુઓ LIVE TV

મહારાષ્ટ્રના પુણેમાં સુરક્ષા કારણોસર આજથી તમામ દુકાનો 3 દિવસ માટે બંધ રહેશે. ફક્ત દૂધ, કરિયાણું અને મેડિકલ સ્ટોર જ ખુલ્લા રહેશે. જેથી કરીને રોજ બરોજનું જીવન પ્રભાવિત ન થાય. 

આ ભયાનક ખતરાથી બચવા માટે લોકોથી અંતર જાળવવાને એકમાત્ર બચાવ ગણાવવામાં આવી રહ્યો છે. તેનાથી પ્રસારમાં રોક લાગશે. પરિણામ સ્વરૂપે એક વ્યક્તિથી બીજાને ચેપ લાગતો રોકી શકાશે. જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તેની રોકથામ માટે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને લોકોને 15 ઉપાય અપનાવવાની સલાહ આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news